જામનગર ૭, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે, જ્યારે ભાગી છૂટેલા અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.

 જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી પોલીસને મળતા સીટી-સી ડિવિઝન પોલીસે ઓચિંતો દરોડો પાડયો હતો. જે દરમિયાન ચાર શખ્સો જુગાર રમી રહ્યા હતા, જે પૈકી બે શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટયા હતા.

 પોલીસે ગંજીપાના વડે જુગાર રમનારા અનિલ ખીમજીભાઈ મકવાણા અને કાળુભાઈ કરસનભાઈ ચૌહાણ નામના બે શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨,૭૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ ઉપરાંત પોલીસને જોઈને તેઓની સાથે જુગાર રમી રહેલા ધવલ કોળી અને ઋતિક દરબાર ભાગી છૂટયા હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.