• જામનગરના અન્ય બે યુવા વેપારીભાઈઓ ના કોરોના ના કારણે છ દિવસના સમયાંતરે મૃત્યુ થી ભારે ગમગીની

જામનગર તા ૧, જામનગર શહેર અને જિલ્લામાં કોરોના એ માઝા મૂકી છે, અને કોરોના ની સારવાર દરમિયાન અનેક દર્દીઓ દમ તોડી રહ્યા છે. જેમાં ગઈકાલે જામનગરના આઈસક્રીમના જાણીતા વેપારી પિતા-પુત્ર કોરોના ગ્રસ્ત બન્યા પછી માત્ર ૧૧ કલાકના સમયગાળા દરમિયાન બંનેના મૃત્યુ નિપજતા ભારે શોકમગ્ન વાતાવરણ બન્યું છે. આ ઉપરાંત જામનગરના બે યુવાન વેપારી ભાઈઓ પૈકીના એક ભાઈનું છ દિવસ પહેલા કોરોના ની સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું, ત્યાર પછી ગઇરાત્રે બીજા ભાઇએ પણ સારવાર દરમિયાન દમ તોડી દેતાં ભારે ગમગીની છવાઈ છે.

 જામનગરની જાણીતી રામ ડેરી આઈસ્ક્રીમ પાર્લર ના વેપારી મુકુંદભાઈ લાખાણી અને તેમના પુત્ર પંકજ લાખાણી કે જેઓ બન્ને કોરોના ગ્રસ્ત બન્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન પુત્ર પંકજ લાખાણીનુ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.જેના ૧૧ કલાકના સમયગાળા દરમિયાન ગઈકાલે મુકુન્દભાઈ નું પણ મૃત્યુ નિપજતા સમગ્ર પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.

 આ ઉપરાંત જામનગરના યુવાન વેપારી શ્યામ દાવડા જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં છ દિવસ પહેલા દાખલ કરવામાં આવતાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજયું હતું.

 જે પહેલા તેના ભાઈ ચિંતન દાવડા ને પણ કોરોના ની સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને તેની સઘન સારવાર ચાલતી હતી. પરંતું તેણે પણ ગઈ રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. જેથી કોરોના ના કારણે બંને ભાઈઓના વારાફરથી મૃત્યુની નિપજતા સમગ્ર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.