આદેશ ગ્રુપ, પંચેશ્વર ટાવર, જામનગર, નીલેશ ભાઈ ઓઝા, વિપુલ ભાઈ સોલંકી અને મિત્ર મંડળ, જીતુભાઈ વારા,દ્વારા હોસ્પિટલ માં દાખલ દર્દી નાં સગાઓ, રાત્રિ નાં ફરજ બજાવતા કર્મચારી સ્ટાફ અને જામનગર માં ફરજ બજાવતા તમામ પોલીસ જવાનો, હોમગાર્ડ નાં જવાનો અને આ સિવાય તમામ પોઇન્ટ પર બહાર ગામ થી આવેલ અન્ય પોલીસ કર્મચારી તથા અન્ય ટીમ માટે રાત્રી દરમ્યાન ચા - નાસ્તા અને પાણી ની વ્યવસ્થા લગભગ છેલ્લા ૫-૬ દિવસ થી અવિરત કરવામાં આવે છે. 

હોસ્પિટલ માં દાખલ દર્દી નાં સગા માટે ત્યાં હોસ્પીટલ પાસે જ રાત માં ૧૧-૩૦ થી ૨ વાગ્યા સુધી આ ચા નાસ્તા અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ સિવાય દરેક પોઇન્ટ પર જઈ ને પાણી અને ચા નાસ્તો આપવામાં આવે છે. 

આદેશ ગ્રુપ આ માટે જે કોઈ તરફ થી સહકાર અને સહયોગ મળેલ છે તે તમામ લોકો નો ખુબ ખુબ આભાર માને છે.

નિલેષ ઓઝા - 9624357648

વિપુલ સોલંકી - 9714449813