જામનગર તા. ૧,     જામનગર માં રહેતાં એક મહિલા ને લગ્નજીવનના ૧૭ વર્ષ સુધી સાસરિયા દ્વારા દહેજ અંગે પરેશાન કરી, અવારનવાર મેણાંટોણાં મારતા અને ઘરમાંથી નીકળી જવા ધમકી આપતાં કંટાળી ગયેલી પરિણીતાએ મહિલા પોલીસ સમક્ષ ફરીયાદ કરી છે. સત્તર વર્ષ પહેલાં તેણીએ પ્રેમલગ્ન કર્યાં હતાં.

જામનગરના વેજલબેન દેવરાજભાઈ ગઢવી (ઉ.વ. ૪૦) એ ૧૭ વર્ષ પહેલાં  શરૂ સેકશન રોડ પર આવેલાં પોલીસ હેડક્વાર્ટર સામે રહેતાં ભાવિક અમૃતલાલ શાહ સાથે લગ્ન કર્યા  હતાં. લગ્નજીવનને સત્તર વર્ષ દરમ્યાન વેજલબેનને પતિ ભાવિક, સાસુ મૃદુલાબેન, સસરા અમૃતલાલ આણંદભાઈ શાહે અવારનવાર ઝઘડાં કરી, મેણાંટોણાં મારવા ઉપરાંત દહેજની માંગણી કરી ત્રાસ આપ્યો હતો. આ પરિણીતાને ઘરમાંથી ચાલ્યા જવાનું કહી સાસરિયાઓએ મારી નાખવાની ધમકી પણ આપતાં હતા.આખરે વેજલબેન એ  મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આથી મહિલા પોલીસે તેણીની ફરિયાદના આધારે દહેજ પ્રતિબંધક ધારાની કલમ  હેઠળ પતિ, સાસુ,અને  સસરા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.