જામનગર તા ૩, જામનગર જિલ્લાના જોડિયા માં બાળકો અંગેની તકરારમાં મોટેરા બાખડી પડ્યા હતા, અને બંને પક્ષે સામસામે હુમલા થયા હતા, કાન પાસે ટાંકા લેવા પડ્યા છે. તેમજ ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. પોલીસે બંને પક્ષે સામસામે હુમલાની ફરિયાદ નોંધી છે

 આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જોડીયામાં મોટોવાસ વિસ્તારમાં રહેતા યાકુબભાઈ સીદીભાઇ બુચડે પોતાના ઉપર લોખંડ પાઇપ વડ઼ે કાન નાં ભાગે તેમજ શરીરના અન્ય ભાગે હુમલો કરી ઇજા પહોંચડવા અંગે પાડોશમાં જ રહેતા સલીમ સીદીક ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પુત્રને આરોપીએ માર માર્યો હોવાથી તેનું ઉપરાણું લઇને ગયેલા ઉપર હુમલો કરી દેતાં તેને ડાબા કાન ના ભાગે ચાર ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે હાથના કાંડામાં ફેક્ચર થઈ ગયું હતું.

 આ ઉપરાંત સામાપક્ષે સલીમ સિદીકભાઈ એ પોતાના ઉપર લાકડી અને પાઇપ વડે હુમલો કરવા અંગે જાકુ સીદિક બૂચડ સામે ફરિયાદ નોંધાવી છે. જોડિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.