• જિલ્લામાં કોરોના ના કેસના મામલે રાહતના સમાચાર: ઘણા દિવસો પછી દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ
  • જામનગર શહેરમાં કોરોના કેસ આજે ઘટયા: ૩૮૨ કેસ નોંધાયા: ગ્રામ્યના પણ ઘટીને ૨૬૪ કેસ નોંધાયા:૭૫૯ ડિસ્ચાર્જ થયા

 જામનગર તા ૮, જામનગર જિલ્લામાં ગઇકાલે કોરોના ના મૃત્યુ મામલે ગઇકાલે એક દિવસ ના ઉછાળા પછી આજે રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે ઘટી ને ૬૩ નો થયો છે. સાથોસાથ કોરોના ના કેસ મામલે પણ ઘણા દિવસ પછી રાહતના સમાચાર જોવા મળ્યા છે અને દાખલ થનારા દર્દીઓ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે જામનગર શહેરના ૩૮૨ અને ગ્રામ્યના ૨૬૪ સહિત ૬૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૦૬ અને ગ્રામ્યના ૪૫૩ મળી એકીસાથે ૭૫૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે ઘણી રાહત જોવા મળી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા આજે થોડી બ્રેક લાગી છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં છ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૬૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૨૮૪ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૮૨

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૮,૧૫૪ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૬૪ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૯,૯૮૬ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૮,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૮,૩૫૮ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૨૮૪ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૬ અને ગ્રામ્યના ૪૫૩ મળી ૭૫૯ દર્દીઓને રજા આપવામાં આવી છે.