જામનગર મોર્નિંગ - જામનગર - તા .૧૦ જામનગર જીલ્લાના જોડીયા તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પીટલમાં એમ્બયુલન્સ સુવિધા ન હોવાની વિગતો સ્થાનીક આગેવાન કાર્યકરો દ્વારા સંસદસભ્યશ્રી પૂનમબેન માડમને કરવામાં આવેલ જેના બે દિવસમાં જ પૂનમબેન માડમ દ્વારા નવી એમ્બયુલન્સ વ્યવસ્થા ગોઠવીને તા .૦૭/૦૫ ના રોજ લોકાર્પણ સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ દ્વારા જોડીયા સરકારી હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું . આ સમયે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રી રાધવજીભાઈ પટેલ , પૂર્વ ધારાસભ્યશ્રી મેધજીભાઈ ચાવડા , જામનગર જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા , જોડીયા તાલુકાના પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા , જોડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ધનશ્યામભાઈ રાઠોડ , જીલ્લા પંચાયતના સભ્યશ્રી ચંદ્રીકાબેન જેઠાલાલ અઘેરા , જોડીયા સરપંચ , અને જામનગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મણવર સાહેબ , હોસ્પીટલના ડો.કુમાર સાહેબ , ડો.ડાંગર સાહેબ , તથા આજુબાજુના ગામના આગેવાનો હાજર રહયા હતા અને પૂનમબેન માડમના વરદ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . નવી એમ્બયુલન્સ આશરે રૂા .૧૭ / - લાખ રૂપીયાની કિંમતની છે અને આધુનીક ટેકનોલોજી સજજ થયેલી છે અને જોડીયા તાલુકા આસપાસના અને છેવાળા ગામને લાભદાયી થશે .