જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં ફરાર આરોપીને જામનગર એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુનામાં 11 મહિનાથી નાસતો ફરતો દ્વારકાના ધીણકી ગામનો રહેવાસી ડુંગરાભા અરજણભા માણેક નામનો શખ્સ જામનગરના પવનચકી પાસે આવેલ હોય તેવી બાતમી જામનગર એલસીબીના અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા અને રાકેશભાઈ ચૌહાણને મળતા ડુંગરાભાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment