- જેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર જામજોધપુરના અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કરાયો
જામનગર તા ૧ જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા અને ખાનગી લક્ઝરી બસમાં કંડક્ટર તરીકે કામ કરતા એક શખસને જામજોધપુર પોલીસે પોતાના મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડી પાડયો છે. જ્યારે તેની સાથે ક્રિકેટના આ સોદાની કપાત કરનાર જામજોધપુરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.
જામજોધપુર માં ભગવતી પરા વિસ્તારમાં રહેતો અને ખાનગી બસમાં કંડકટર તરીકે કામ કરતો વિજય ઉર્ફે યુવી દૂદાભાઈ વાઢેર નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઇડી મેળવીને આઈપીએલની મેચ પર હાર-જીતનો ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે, તેવી બાતમીના આધારે જામજોધપુર પોલીસે વિજય વાઢેર ને પકડી પાડયો હતો, અને તેની પાસેથી રકમ અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા ૧૦,૫૬૦ ની માલમતા કબજે કરી હતી. પોલીસની પુછપરછ દરમ્યાન પોતે જામજોધપુર વિસ્તારમાં રહેતા કુણાલ પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment