જામનગર તા ૮, જામનગર શહેરમાં શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા સર્વે જ્ઞાતિજનો ની કોરોના કાળ માં મદદ કરવાના ભાગરૂપે વેજૂમાં વાડીમાં શનિવારથી વેજુમાં આઇસોલેશન સેન્ટર સાથેની ઓપીડી નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 સરકાર શ્રી ની કોરોના ની ગાઇડ લાઇનને અનુરૂપ શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં જ્ઞાતિજનોના લોકોએ કોરોના ની સારવાર મેળવવા માટે લાભ લેવા અનુરોધ કરાયો છે.

 જામનગરની શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ એમ. ભદ્રા તથા અન્ય ટ્રસ્ટી મંડળ દ્વારા શનિવાર તારીખ ૮.૫. ૨૦૨૧ થી સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ સુધીના સમયગાળા દરમિયાન વેજુ માં વાડી માં સર્વે જ્ઞાતિજનોના લોકો માટે વેજૂમાં આઇસોલેશન સેન્ટર સાથેની ઓપીડી નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આઇસોલેશન સેન્ટરની તબીબોની સમિતિ તેમજ વ્યવસ્થા સંચાલન માટે ટ્રસ્ટી મંડળના સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જેઓ દ્વારા આઈસોલેશન સેન્ટર માં પ્રવેશ માટે તબીબો ની સુચના અને માર્ગદર્શન મુજબ અને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ નક્કી કરાયા અનુસાર ચુસ્તપણે પાલન કરીને ઓપીડી ચલાવવામાં આવશે. જેમાં જ્ઞાતિજનો એ કોરોના માટેની ઓપીડી નો લાભ લેવા માટેનો અનુરોધ કરાયો છે.