• રેકોર્ડ હત્યાં સામે રેકોર્ડ પોલીસ કામગીરી !

જામનગર મોર્નિંગ - દેવભૂમિ તા.03 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તાજેતરમાં માત્ર 10 દિવસના સમયગાળામાં ભાણવડ, મીઠાપુર તથા સુરજકરાડી એમ ત્રણ જગ્યાએ જુદા-જુદા અગંત ઝઘડાઓ તથા મનદુઃખને કારણે 10 દિવસમાં હત્યાના ત્રણ બનાવો બનેલા હતા.

 આ ત્રણેય બનાવોમાં દ્વારકાનાં પોલીસવડા શ્રી સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ તથા ડી.વાય. એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા એલ.સી.બી પો.ઇ.શ્રી જે.એમ. ચાવડા તથા મીઠાપુર ભાણવડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોશી નિકુંજભાઈ તથા અન્ય પોલીસ અધિકારીઓએ ત્રણેય હત્યાના બનાવોનો ભેદ માત્ર બનાવના 24 કલાકમાં ઉકેલી ને હત્યાના આરોપીઓને પકડી લીધા હોય ખૂનના આ બનાવની ગંભીરતા સાથે પોલીસની ત્વરિત કામગીરી ભારે પ્રસંસાપાત્ર બની છે.