• દેવભૂમિ દ્વારકામાં માનવ હત્યાંના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબતમાં હત્યાઓ થઇ રહી છે.

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.31 : દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોષીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના શ્રી હિરેન્દ્ર ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ ભાણવડ પો.સ્ટેશન છે . પાર્ટ ગુ.ર.નં -૧૧૧૮૫00૧૨૧૦૫૫૩ / ૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૦૨,૧૨૦ બી , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ફરીયાદી શ્રી મહેશભાઇ ગોરધનભાઇ જાવીયા રહે નવાગામ તા ભાણવડ વાળાઓએ ફરીયાદ જાહેર કરેલ કે ભાણવડ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં પોતાની વાડીએ તેમના ભાઇ હરેશભાઇ ગોરધનભાઇ જાવીયા રાત્રીના સુતા હોય ત્યારે કોઇ અજાણ્યા ચાર ઇસમોએ હરેશભાઇ નું ખુન કરવાનું નક્કી કરી કાવતરાના ભાગ રૂપે હાથમાં લાકડીઓ લઇ આવી એક ઇસમએ વાડીના ભાગીયા રાધુભાઈ શંભુભાઇ ને ગળામાં લાકડી દબાવી તેને તથા તેના સંબંધીઓને મારી નાખવાની ધમકી આપી તથા અન્ય ત્રણેય ઇસમોએ હરેશભાઇ ને આડેધડ મારમારી માથામાં શરીરે પગમા બંને હાથમાં ગંભીર ઇજાઓ કરી હરેશભાઇનું મોત નિપજાવી નાશી ગયેલ જે બાબતેનો તા ૩૦/૦૫/૨૦૧૫ ના રોજ ગુન્હો રજી . થતા આ કામે દેવભુમી દ્વારકા એલ સી બી પો.ઇન્સ શ્રી જે એમ ચાવડા તેમજ પો.સબ ઇન્સ શ્રી એસ.વી.ગળચર તેમજ એલ.સી.બી પોલીસ સ્ટાફ અને ભાણવડ પો.સબ.ઇન્સ શ્રી એન એચ જોષી તેમજ ભાણવડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ ડોગ સ્કોડ શ્રીની મદદથી આ કામે જુદી જુદી પેરવીથી યુક્તી પ્રયુક્તીથી શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતા નીચે લખ્યા નામ સરનામા વાળા ચારેય ઇસમોએ સાથે મળી સદરહુ હત્યા કરેલ હોવાની સચોટ કબુલાત આપતા મજકુર ચારેય વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરી હસ્તગત કરેલ છે અને coVID - 19 રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરેલ છે . આરોપી- ( ૧ ) ચનાભાઇ વેજાભાઇ પિપરોતર જાતે સગર ઉ.વ ૨૦ ધધો મજુરી રહે નવાગામ ટીંબા તા ભાણવડા ( ૨ ) દિવ્યેશભાઇ ચનાભાઇ પિપરોતર જાતે સગર ઉ.વ ૨૨ ધધો અભ્યાસ રહે નવાગામ ટીંબા તા ભાણવડ ( ૩ ) બાવાભાઇ નુરમામદભાઇ હિંગોરા જાતે સંધી ઉ.વ પપ ધધો ખેત મજુરી મુળ રહે ઢેબર હાલ રહે નવાગામ ટીંબા તો ભાણવડ ( ૪ ) મિલનભાઇ વિરમભાઇ ઓડેદરા જાતે મેર ઉ.વ ૨૩ ધધો ગેરેજ તથા છુટક ડ્રાઇવીંગ રહે નવાગામ તા ભાણવડ કામગીરી કરનાર સ્ટાફ - દેવભુમી દ્વારકા એલ.સી.બી પો.ઈન્સ શ્રી જે.એમ.ચાવડા તેમજ પો સબ.ઇન્સ શ્રી એસ.વી.ગળચર તેમજ એલ સી બી પોલીસ સ્ટાફ તેમજ ભાણવડ પો.સબ.ઇન્સ શ્રી એન એચ જોષી તેમજ ટીમ દ્વારા કરવામાં આવેલ.