શહેરના રહેણાંક મકાનમાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બા પર દરોડો પાડી 18.82 લાખનો મુદામાલ કબ્જે: નાઘેડી ગામેથી ઈંગ્લીશ દારૂનો 255 નંગ જથ્થો ઝડપાયો  

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરના કિશાન ચોક, સુમરા ચાલી પાસેથી રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચના ડબ્બાનો દરોડો પાડી ચાર શખ્સને રોકડા રૂપિયા 17.92 લાખ તેમજ લેપટોપ, મોબાઈલ ફોનો સહિત રૂ. 18.82 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે જામનગર તાલુકાના નાઘેડી ગામેથી 255 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ 13 નંગ બિયર સાથે કાર સહિતના મુદામાલ સાથે રૂ. 4.95 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી શોધખોળ હાથ ધરી છે . 

મળતી વિગત મુજબ જામનગર શહેરના કિશાન ચોક, સુમરા ચાલી પાસે અબ્દુલકાદર નુરમહમંદ ખફીના ઓફિસના ઉપરના માળે રૂમમાં ચાલતા ક્રિકેટ મેચના ડબ્બા ઉપર એલસીબીના ભગીરથસિંહ સરવૈયા હરદીપભાઈ ધાધલને બાતમી મળતા દરોડો પાડી ત્યાંથી અશોક ઉર્ફે બાબુલ પોપટલાલ દત્તાણી (રહે. ગ્રીનસીટી શેરી નં. 8), તુષાર ઉર્ફે રૂપેશ હસમુખલાલ મહેતા (રહે. ચાંદી બજાર, કલ્યાણજી મંદિર પાસે) અને પરેશ મગન સોલંકી (રહે. મોટા આશપુરા મંદિર પાસે, વાઘેરવાડો) નામના શખ્સને ઝડપી લઈ રોકડ રકમ 17,92,000 તેમજ મોબાઈલ ફોનો, લેપટોપ, તથા ક્રિકેટ સટ્ટાને લગતું સાહિત્ય સહિત રૂ. 18,82,700નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા અબ્બાસ વોરા, કારો સેન્ડવીચ વાળો, 13 નંબર મુનો, મસરુ, અંકિત, 52 નંબર, કિશોર, રોકી, ઇમરાન અને મોહન (રહે. તમામ જામનગર) નામના દશ ગ્રાહકના નામ ખુલતા તમામની શોધખોળ હાથ ધરી છે, તેમજ લાઈન ચલાવનાર દિનકરભાઈ અને વિઠઠલ નામના શખ્સને ફરાર જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરી છે. 


જયારે જામનગર તાલુકાના નાઘેડી ગામેથી કાનસુમરા જવાના રસ્તે એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને યશપાલસિંહ જાડેજાએ બાતમીના આધારે ઈનોવા કાર જીજે 18 7277 નંબરની ગાડી રોકવી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની 255 નંગ બોટલ કિંમત રૂ. 94,675 તેમજ 13 નંગ બિયર કિંમત રૂ. 1300 તથા એક કાર કિંમત રૂ. 4,00,000 કુલ મળી રૂ. 4,95,975ના મુદામાલ સાથે  રામ ઉર્ફે રામકો જીવાભાઈ મેર (રહે. નાઘેડી) નામનો શખ્સ હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.            

આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. નિનામા, પીએસઆઈ આર.બી.ગોજીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી,  યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.