- રોડમાં ખાડા કે ખાડાઓ માંથી સડક પસાર થાય તેવી સ્થિતિ !
જામનગર મોર્નિંગ - ભાણવડ તા.18 : ભાણવડ નગરપાલિકા હસ્તકનો જકાતનાકા થી લઈને હાઈસ્કૂલ ચોક થઈને વેરાડ નાકા સુધીનો બાયપાસ રોડ ઠેર ઠેર તૂટી ગયો છે. આ રોડ નવીનીકરણ માટે 1.50 કરોડ જેવી રકમ મંજુર થઇ ગઈ છે પણ નગરપાલિકા સભ્યોના વિવાદના હિસાબે આ કામ થઇ શક્યું નહી. બાદ માં નગરપાલિકા સુપર સીડ થતા પાલિકામાં પ્રાંત અધિકારી ખંભાળીયાને વહીવટદાર તરીકે નિમાયા જેથી પાલિકાના વિકાસના કામ ફરી શરૂ થવાની આશા દેખાઈ.
હાલ આપણે વાત કરી રહ્યા છે તે બાયપાસ રોડમાં ઠેર - ઠેર 1 ફૂટ જેટલાં ઊંડા અને 10 - 15 ફૂટ જેટલાં લાંબા ખાડા રોડમાં મહત્તમ જગ્યાએ થયાં છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નવો રોડ બનાવવામાં સમય લાગે તેમ હોય હાલ જે હયાત તૂટેલ રોડ છે તેમાં મેટલ કપચી ભરીને સરળતાથી વાહન વ્યવહાર પસાર થઇ શકે તેવો બનાવવો જરૂરી છે. ભાણવડ નગરપાલિકાના બાયપાસ રોડથી તો છેવાડાના ગામડાઓને જોડતા રસ્તા પણ સારા હોય આ રોડ પરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો હાલક-ડોલક જેવી સ્થિતિમાં પસાર થઇ રહ્યા છે ભાણવડને અને બહારથી આવતા અને પસાર થતા લોકોને રાહત આપવા આ રોડને તાત્કાલિ ધોરણે રીપેરીંગ કરવો ખુબ જરૂરી છે.
0 Comments
Post a Comment