જામનગર મોર્નિંગ - ખંભાળીયા,તા.08 : ખંભાળીયામાં રામનાથ રોડ પર તથા પોરના નાકે પાસે મહાજન વાડી જતા રસ્તા પર ગોકાણી કુટુંબના કૂળદેવતાં પાસે મોટા પ્રમાણમાં લોકો જાહેરમાં ગંદકી તથા કચરો નાખતા હોય આ બંન્ને સ્થળે નગરપાલિકા ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહાની સૂચનાથી સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ વાઘેલા દ્વારા બે મોટી કચરા પેટી મૂકીને ત્યાં અંદર કચરો જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.


આ બે સ્થળે આડેધડ રીતે કચરો નખાતો હોય ત્યાં સીસીટીવી ગોઠવીને તેમાં વારંવાર પ્રમાણમાં કચરો નાખતા હોય તો તેની સામે કાર્યવાહી કરવા માટે પણ આયોજન કરાયું છે જેથી ગંદકી ના થાય.


પાલિકા ગંદકી તથા સફાઈ પ્રત્યે ખુબજ સક્રિય છે ત્યારે તંત્રને લોકો સહયોગ આપે જ્યાં ત્યાં કચરો ના નાખે તે માટે અનુરોધ કરાયો છે.