• રાજકોટ વર્તુળ અને ખંભાળીયા ડિવિઝન કચેરી દ્વારા ગેરહાજર રહેવા અંગેનો ખુલ્લાસો માંગતા નાયબ કાર્યપાલક ઈજનેરને પરસેવો છૂટી ગયો.


જામનગર મોર્નિંગ - ભાણવડ તા.09 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં સ્ટેટ હસ્તકની સિંચાઈ પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર જોષી ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા હોય મહિનામાં 1-2 વખત જ કચેરીમાં આવતા હોય કામમાં સતત ઢીલાસ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠ્યા બાદ આ અંગે "જામનગર મોર્નિંગ" એ અધિકારી ખરેખર આવે છે કે કેમ તે અંગે ત્રણ દિવસ સુધી ખરાઈ કરતા ત્રણ માંથી એક પણ દિવસ અધિકારી આવ્યા નહી અને આ ત્રણેય દિવસ દરમિયાન ચેમ્બરના તાળું લટકેલું દેખાયું હતું.

આ અંગે જામનગર મોર્નિંગ એ અખબારી અહેવાલ પ્રસિદ્ધ કરતા નાયબ કાર્યપાલક ઈજનેર તે જ દિવસે હાજર થયા ગયા હતા. હાજર થતાની સાથે જ ખંભાળીયા ડિવિઝન કચેરી અને રાજકોટ વર્તુળ કચેરી દ્વારા ગેરહાજર રહેવા અંગેના ખુલાસા માંગતા નાયબ કાર્યપાલક ઈજનેર જોશીના પરસેવા છૂટી ગયા હતા અને ખુલાસા કરવા માટે ખંભાળીયા ડિવિઝન કચેરી દોડી ગયા હતા.