જામનગર મોર્નિંગ - જામનગર 


દરેડમાંથી ત્રણ શખ્સને 6 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પંચ બી પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગરમાં આવેલ દરેદમાં રાંદલ માતાજીના મંદિર પાસેથી ગીરીશભાઈ પ્રફુલભાઈ વાઘેલા (રહે. રામનગર, શેરી નં. 4, શંકર ટેકરી), સોમભા વરજાંગભા સુમણીયા (રહે. મયુર ટાઉનશિપની બાજુમાં, ન્યુ નવાનગર સોસાયટી) અને મયુરસિંહ જાડેજા નામના ત્રણ શખ્સને પંચ કોશી બી ડીવીઝન પોલીસે 6 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 3000 સાથે ઝડપી લઈ પ્રોહી એક્ટ કલમ 65(એ), 65(એ)(એ), 116 (બી), 81 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.