તમામ તબીબો આજથી ફરજ પર લાગ્યા: નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ફોનથી ખાત્રી આપી અને મંત્રી સાંસદ ધારાસભ્ય એ તબીબો ને રૂબરૂ સમજાવ્યા

 જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


જામનગરની સરકારી જીજી હોસ્પટલમાં બોન્ડેડ તબીબો તેમજ રેસિડેન્ટ તબીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને હોસ્પિટલની તમામ કાર્યવાહીથી  દૂર  રહ્યા હતા જે  ગઇ કાલે મોડી રાત્રે સમાપ્ત થઈ છે. અને સ્થાનિક અગ્રણીઓ ની સાથેની વાટાઘાટો પછી તમામ તબીબોએ હડતાળ પૂરી જાહેર કરી આજે પોતાની ફરજ પડી ગયા છે હોસ્પિટલની તમામ પ્રક્રિયાઓ રાબેતા મજબ ચાલુ થઈ ગઈ છે.


જામનગરની - જી.જી. હોસ્પિટલમાં ૧૬૦થી વધુ બોન્ડેડ   તેમજ રેસીડન્ટ  સહિત ૪૦૦થી વધુ તબીબો છેલ્લા નવ દિવસથી હડતાલ પર બેઠા હતા. અને સરકારી પરિપત્ર સહિતની જુદી-જુદી માંગણીઓને લઇને આંદોલન શરૂ કર્યું હતું. જે આંદોલનના ભાગરૂપે તમામ ૪૦૦ તબીબો હડતાળ પર બેસી ગયા હોવાથી જી.જી. હોસ્પિટલની મોટાભાગની કામગીરી પ્રભાવિત થઇ હતી.

દરમિયાન ગઇ કાલે મોડી રાતે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ફોનથી આ તબીબોને ખાત્રી આપી માંગણીઓ પર ચર્ચા કરીશુ તેમ જણાવી હડતળ માથી પરત ફરી ફરજ પર લાગી જવા કહ્યુ હતુ તેમજ જામનગર જિલ્લાના જ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, અને  મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ઉપરાંત જામનગર ભાજપ સંગઠન ના આગેવાનો એ આ તબીબો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી સમજાવ્યા હતા તેમજ સૌરાષ્ટ્ર ની સૌથી મોટી હોસ્પીટલ આ જી.જી.હોસ્પીટલ જામનગરની હોઇ દર્દીઓ હેરાન ન થાય તે સમજાવી અનુરોધ કરતા તબીબો એ ગત મધરાતે હડતાળ સમેટાયા નુ જાહેર કર્યુ હતુ આ હડતાળ સમેટાય તે માટે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મેડીકલ ફેકલ્ટી ડીન ડો. વિજય પોપટે પણ ખુબ જહેમત ઉઠાવી વાસ્તવિકતા ને બંને તરફે રજુ કરી હતી. અંતે આ હડતાળ સમેટાતા નવ દિવસ બાદ આજે જામનગરમા તમામ સરકારી તબીબો ફરજ પર લાગ્યા છે.

ડોક્ટરો વતી સાંસદ પૂનમ માડમ એ નાયબ મુખ્યમંત્રી ને લખ્યો ભલામણ પત્ર 

સંસદસભ્ય પૂનમબેન માડમ એ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે જેમા જણાવાયા મુજબ તાજેતરમાં ઉર્તીણ થયેલ પીજી મેડીકલ (ડીગ્રી +-ડીપ્લોમા) ના વિધાર્થીઓની માંગણીઓ  (૧) સરકારના તા.૧૨/૪/૨૧ ના ઠરાવ મુજબ સને ૨૦૧૮-૧૯ ની બેચન બોન્ડેડ સર્વીસનો સમયગાળો ૧:૨ મુજબ આપવા (૨)અન્ય તબીબી અધિકારીઓની સમકક્ષ સાતમા પગાર પંચનો લાભ આપવા(૩) પ્રથમ એકેડેમીક વર્ષ કોવિડમાં વેડફાયેલ હોવાથી હાલ ચાલુ શૈક્ષણીક સંસ્થામાં જ નિમણુંક આપવા તથા (૪) અન્ય રાજયોની જેમ SR + BOND ની યોજના ગુજરાતમાં લાગુ પાડવાની છે માટે   નિયમોનુસાર ધટીત કાર્યવાહી સત્વરે કરવા તેમણે ભલામણ સહ વિનંતી કરી છે.