જામનગર મોર્નિંગ - જામનગર 

શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત શ્રી દયામાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ રિસર્ચ દ્વારા એ.એન.એમ. નર્સિંગના તાલીમાર્થીનીઓ માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગના ઉમદા વ્યવસાયમાં કરુણા,સહાનુભૂતિ અને પ્રેમ સાથે નિષ્ઠાપૂર્વક બીમાર લોકોની સેવા કરી પોતાના વ્યવસાય પ્રત્યે ઉત્કૃષ્ઠ દેખાવ કરી પોતાની ફરજનું પાલન કરે તે માટે શપથ ગ્રહણ કરાવવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે સંસ્થાના ચેરમેનશ્રી જયવીનભાઈ દવે, ટ્રસ્ટીશ્રી ભાવનાબેન દવે, ડાયરેક્ટર અને સી.ઈ.ઓ. શ્રી મનીષભાઈ બુચ ઉપસ્થિત રહીને તાલીમાર્થીનીઓને પ્રોત્સાહિત કરેલ તથા નર્સિંગ વિભાગના પ્રિન્સિપાલશ્રી કાજલબેન વણકર અને નર્સિંગ ટ્યૂટર પૂજાબેન પૂછડિયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.