ભારત સરકારના શ્રેષ્ઠ આયોજન અને મિનીટ ટુ મિનીટ મોનીટરીંગ થકી ભારતીયોને પરત લાવવાનુ શકય બન્યું: ઉષ્મા ભર્યા સ્વાગત બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા રાજદૂત ટંડન

જામનગર મોર્નિંગ - જામનગર 


આજે સવારે જામનગર એરફોર્સ ખાતે અફઘાનીસ્તાનના કાબુલથી ત્યાં ફસાયેલા આશરે ૧૮૦ જેટલા ભારતીયોને એરલીફ્ટ કરી જામનગર લાવવામાં આવ્યા હતા.જેમનુ રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતુ. આ તકે આયોજીત કરવામાં આવેલ પત્રકાર પરીષદને સંબોધતા અફઘાનીસ્તાન ખાતેના ભારતીય રાજદૂત શ્રી રૂદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે, વતનમાં પરત ફરવાની ખુશી અકલ્પનિય હોય છે.બે અઠવાડિયાના લાંબા સંઘર્ષ અને અનેક આયોજનો બાદ ભારતીય નાગરિકોને પરત લાવવાનું મિશન આજે શાંતિપૂર્વક પૂર્ણ થયું છે જે ખુબ આનંદની વાત છે.કોઈ જ દુર્ઘટના વિના સૌ નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડવામાં આવ્યા છે.વિવિધ સેવાઓમાં જોડાયેલા ૧૯૨ જેટલા નાગરિકોને અફઘાનિસ્તાનના કાબુલથી અહીં લાવવામાં આવ્યા છે.અફઘાનીસ્તાન દૂતાવાસના તમામ વિભાગોના સહિયારા સહયોગથી આ શક્ય બન્યું છે.ભારત સરકાર દ્વારા ઉચ્ચસ્તરે આ અંગે બેઠકો યોજાઇ હતી અને મિનિટ ટુ મિનિટ તમામ ગતિવિધિઓનું મોનીટરીંગ કરી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.એમ્બેસેડર શ્રી રૂદ્રેન્દ્ર ટંડને આ તકે ઉષ્માભર્યા સ્વાગત બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ઇન્ડિયન એરફોર્સને આવી વિકટ પરિસ્થિતિમાંથી નાગરિકોને બહાર લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.