દરેડમાં યુવાનનું છાતીમાં દુખાવો ઉપડવાથી સારવાર દરમ્યાન મૃત્યુ: બાદનપરમાં યુવાનનું બીમારી સબબ મોત 

જામનગર મોર્નિંગ - જામનગર   


જામનગર જિલ્લાના મોટા ખડબા ગામે રહેતો યુવાનનું શોક લાગવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું જયારે દરેડમાં રહેતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તેમજ કાલાવડ તાલુકાના બાદનપર ગામે રહેતો યુવાન બીમારી સબબ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા સ્થાનિક પોલીસે ત્રણેય બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ લાલપુર તાલુકામાં મોટા ખડબામાં રહેતા કનકસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ. 23) નામનો યુવાન પોતાના ઘરે ટેબલ પંખો એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખવા જતા ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોકટરે સારવાર દરમ્યાન મોત નિપજતા લાલપુર પોલીસમાં જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.  

જયારે જામનગરમાં આવેલ દરેડમાં નીલગીરી વિસ્તારમાં કાનાભાઈ ચાની કેબીન પાસે રહેતા ગુલશનકુમાર નગેન્દ્રનાથ પાંડ્યે (ઉ.વ.18) નામના યુવાનને અચાનક છાતીમાં દુઃખાઓ ઉપાડતા 108માં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પંચ બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે. 

ઉપરાંત કાલાવડ તાલુકાના બાદનપર ગામની વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ કાનજીભાઈ સાંગાણીની વાડી ભાગમાં વાવણી કરતા મનીષભાઈ ભુપતભાઈ ખાંટ (ઉ.વ. 25) નામનો યુવાન નીંદવાનું કામ કરતો હોય તે દરમ્યાન દાઠમાં દુખાવો થતા ખાટલામાં સૂતો હોય બાદમાં પત્ની મનીષાબેન મનીષભાઈ ખાંટ ઊઠવાડવા જતા ઉઠેલ ન હોય બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.