પાણી આપે તો ય ટોટલ વાવેતર બચશે કેમ??તળ પણ જવા લાગ્યા ઉંડા....જમીન સુકાતી જાય છે માટે ઘટતો ભેજ....અમુક જમીન મા તળના પાણી ખેતી માટે નથી લાયક: જો કે રાજ્યભરમાંથી  અનેક પ્રશ્ર્નોની જેમ જ સિંચાઇ વિસ્તાર વધારવા નવા ડેમ નવા તળાવો નવી કેનાલ લંબાઇ માટે સરકારમા રજુઆત થઇ  જ હશે  તે ની સૌ ને ખાત્રી  જ છે  કેમકે અવારનવાર   સરકાર પાસે  સિંચાઇ પાણી છોડવાની માંગ અને  રજુઆત થાય જ છે....હા.. પ્રશાસન ની નબળી કામગીરી હોઇ  ખેતી પ્રધાન રાષ્ટ્ર ની .સરકાર બીજા કોઇ  વધુ અગત્યના કામ મા વ્યસ્ત હશે પચ્ચીસ વરસોથી.....!!: ખેડૂતોની આવક બમણી થય ગય ત્રણ મહિને બે હજાર ના બદલે ચાર.....હ...જ્જા....ર  મળશે....આનંદો

જામનગર મોર્નિંગ - જામનગર  ( ભરત ભોગાયતા)


એ લોકો પહેલા પાણીના ટાંકા અને તળાવો ભરી રાખે છે, પછી જ્યારે માણસ તરસે ફફડે  ત્યારે ટીપુ ટીપુ રેડે છે, વરવી વાસ્તવિકતા હંમેશા રજુકરનાર વિખ્યાત કવિ કરશનદાસની ખુબ જાણીતી  કવિતાની આ છુટછાટ લીધેલી  પંક્તીને આ સમાચાર સાથે કઇ સંબંધ જોડવો  જરૂર નથી યોગ્ય પણ નથી તેમ સમાજશાસ્રીઓની સલાહ છે કેમકે કવિતા લખવી અને રાજ કરવુ બંને જુદા જુદા વિષય છે હા કવિતા ગઝલ ગીત હાઇકુ લેખ વગેરેમા ઘણી વખત સચોટ રીતે રજુ થતુ હોય છે પરંતુ આપણે એમા વિશ્ર્લેષણમાં પડીએ તો પીડા થાય માટે જરાપણ સુસંગતતાનો પ્રયાસ ન કરવા સમાજના મોભીઓ ડાહ્યાજનો ની અંગત સલાહ છે.


બીજુ સિંચાઇ નુ પાણી છોડવામા નાયબ મુખ્યમંત્રી જુદુ કહે અને મુખ્યમંત્રી જુદો નિર્ણય લે તે બાબત મા પણ ન પડવા રાજકીય વિશ્ર્લેકોનો અભિપ્રાય છે, પરંતુ   સિંચાઇ--સિંચાઇની બુમોપડે છે ત્યારે વરવી વાસ્તવિકતા જાણવી છે?? તો જાણીલો કે  હાલારમાં માત્ર પાંચ ટકા જ ખેતીની જમીન માટે સિંચાઇ ની સુવિધા  છે!! માટે ડેમ માંથી પાણી આપે તો ય ટોટલ વાવેતર બચશે કેમ? તળ પણ જવા લાગ્યા ઉંડા અને જમીન સુકાતી જાય છે માટે ઘટતો ભેજ અમુક જમીન મા તળના પાણી ખેતી માટે  લાયક નથી આ બધુ ખેડુતો માટે હાલાકી વાળુ છે.


જો કે રાજ્યભરમાંથી અનેક પ્રશ્ર્નોની જેમ જ સિંચાઇ વિસ્તાર વધારવા નવા ડેમ નવા તળાવો નવી કેનાલ લંબાઇ માટે સરકારમા રજુઆત થઇ જ હશે  તેની સૌ ખેડુતો  ને ખાત્રી  જ છે  કેમકે અવારનવાર   સરકાર પાસે  સિંચાઇ પાણી છોડવાની માંગ અને  રજુઆત થાય જ છે હા ખેતી પ્રધાન રાષ્ટ્ર ની .સરકાર બીજા કોઇ વધુ અગત્યના કામ મા વ્યસ્ત હશે પચ્ચીસ વરસોથી.....!! માટે જ સિંચાઇ વિસ્તાર વધારવા કામ ન થઇ શક્યુ ન હોય તો ટીકા કરવા કરતા પ્રતિક્ષા કરાય કેમકે હવે ના ૨૫ વર્ષ અમૃત વરસો છે અને આઝાદીના સો વરસ પુરા થશે ત્યારે આવી ઝીણી મોટી કોઇ ફરિયાદ સરકા તરફે કોઇ ફરિયાદ નહી હોય( કોઇના આ નિવેદન ની ટીકા ન કરવી હકારાત્મક લેવુ જોઇએ). દરમ્યાન એક સારા સમાચાર છે કે ખેડૂતોની આવક બમણી થય ગય ત્રણ મહિને બે હજાર ના બદલે ચાર હજાર મળશે. આનંદો


જામનગર જિલ્લામાં તેમજ દ્વારકા જિલ્લામાં  સિંચાઇ નુ પાણી આપ્યુ ( જો કે એ પણ એક પાણ આપવાનુ છે) પણ આખા જિલ્લાનો પાક કેમ બચસે?? જામનગર જિલ્લામા ૩૮૫૦૦૦ હેક્ટર ખેતીની જમીન  માથી સિંચાઇ સુવિધા માત્ર ૨૩૦૦૦  હેક્ટરમા જ છે પાક બચે કેમ?? ત્યારે અમુક જાણકારો અને  વિશ્ર્લેષકો તેમજ વાસ્તવિકતા જાણનારા ઓ એ આ સમગ્ર બાબતો નો વિસ્તૃત અહેવાલ આપતી વખતે ભાર દઇ ને કહી દીધુ છે કે   સિંચાઇ સિંચાઇ શુ કરો છો ?? સિચાઇ માટેની સુવિધા વાળા ડેમો થી માત્ર ૫ ટકા  ખેતીની જમીન મા જ કેનાલ થિ પાણી  આપી શકાયછે તો ખેતીના  બીજા વિસ્તાર....??? તો આસમાની સુલતાની પર જ વરસોથી  નભે છે.

જામનગર  જિલ્લાની પોણાચાર લાખ ખેતીની જમીન  સવાતન લાખ મા વાવેતેર  થયુ છે જેમાં કપાસ મગફળી જેવો રોકડીયો પાક વધુ છે ત્યારે તેમાથી  માત્ર  વીસહજાર  હેકટરમા જ ડેમની સિંચાઇ કેનાલ ની સુવિધા  છે એમા થી ય બધા ડેમ માથી ક્યા પાણી છોડાયા છે?? તેવુ જ દ્વારકા જીલ્લામા છે જ્યા સવા બે લાખ હેક્ટર થી વધુ ખેતીની જમીન માથી પોણા બે લાખ હેક્ટર મા વાવેતર છે પરંતુ સિંચાઇ સુવિધા માત્ર અગીયાર હજાર હેક્ટર જ ખેતીની જમીન માટે છે. બીજી તરફ ખેડુતો ઉમેરે છે કે ગરમીથી સુકાતી જમીનમા થી ઓછો થય રહેલો ભેજતેમજ  તળ ઉંડા જવાની શરૂઆત દૈક જમીન મા ખેતીલાયક પાણી ન મળવુ પાણી ખરીદવુ તો પોસાય જ નહીપરવડે પણ નહી પહોંચાય પણ નહી માટે વરવી હાલત આ વખતે ખેત ઉત્પાદન ની છે તેમજ હવે વરસાદ આવે તો પણ સો ટકા ફાયદો તો નથી જ.


કચેરી ના રેકર્ડ પર શુ છે???શુ નથી??

સિંચાઇ તેમજ લગત  કચેરીના રેકર્ડ પર રહેલી માહિતી મુજબ બંને જિલ્લામા મળી ૬ લાખ હેક્ટર ખેતી લાયક ની જમીન છે બંને જિલ્લાના ૪૧ મળી( વાગડીયા ઉમેરાયો સાની રીપેરીંગ) હાલ ડેમોમા ૨૫ ટકા  પાણી છે  જામનગર જિલ્લામા ખેતી ૧૭૦૦૦ હેક્ટર સિંચીત કેનાલ સુવિધા છે દ્વારકા જિલ્લામા ૧૧૦૦૦ હેક્ટર સિંચિત સુવિધા કેબાલ છે ૫૦૦૦ હેક્ટર માટે લીફ્ટ ઇરીગેશન સુવિધા છે તમામ ડેમો માથી કુલ જથ્થાના ૭૦ ટકા અનામત રાખી બહુ જરૂર લાગે તો બે ત્રણ દિવસ એટલે કે લગત કેનાલ વિસ્તારોમાથી કજેતી માટે એક પાણ છોડાય છે જેમા પણ ફોર્સ વગેરે નુ ધ્યાન રખાય છે તેમજ કેનાલ સુવિધા વધારવાની કોઇ યોજના અંગે ની ગતિવિધી હોવાનુ રેકર્ડ ઉપર નથી  તેમજ અમુક  કેનાલ રીપેરીંગ માંગે છે પરંતુ તે ગતિવિધી પણ નથી ખેડુતો માંગણી કરે તો તુરંત સિંચાઇ નુ પાણી લગત કેનાલ વિસ્તારમા છોડવાનો સ્થાનિક નિર્ણય લેવાનુ સ્થાનીક કક્ષાએ થી કોઇ પ્રાવધાન નથી સરકારની સિચના મુજબ દરેક કામ થઇ શકે વિભાગ સરકારી છે સ્વતંત્ર નથી વગેરે ઘણી બાબતો પણ વરવી  વાસ્તવિકતા છે.