જામનગર મોર્નિંગ - દ્વારકા 


દ્વારકા તાલુકામાંથી ગેરકાયદેસર રીતે શંખ અને સી ફેન એટલે ઇન્દ્ર જાળને સંગ્રહ કરીને વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલ ગાંધીનગર ને મળેલ બાતમીના આધારે વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 થી રક્ષિત એવા સી ફેન એટલે કે ઈન્દ્ર જાળ અને શંખનો વેપાર લે વેચ કરતા એક શખ્સની દ્વારકાના મીઠાપુર ખાતે થી ધડપકડ કરવામાં આવી છે.

મરીન નેશનલ પાર્ક વિભાગ હેઠળ ના ફોરેસ્ટ ઓફિસરો ની ટીમ બનાવી જરૂરી તપાસ હાથ ધરાતા મીઠાપુરના બાબલા ક્વાટર તથા આરંભડાના ચોપગી વિસ્તારના દેવી પૂજક ઈસમ વિજય પરમાર ઉં. વર્ષ 50 ની પાસે થી કોઈ પણ પાસ પરમીટ વગર 218 કિલો શંખ અને સી ફેન 122 નંગ નો જથ્થો મળી આવ્યો છે.જેથી આરોપી વિજય ની અટકાયત બાદ સંબધિત અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ શખ્સ કોની પાસે થી શંખ વગેરે ચીજો મેળવતો હતો અને કોને વહેંચતો તેની વધુ તપાસ કરી જવાબદારો ને સજા આપવામાં આવશે. આ આરોપી શખ્સને ઓખા કોર્ટ માં રજૂ કરવામાં આવેલ છે. મરીન નેશનલ પાર્ક જામનગરના મુખ્ય વન સંરક્ષક તથા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મદદનીશ વનસંરક્ષ એન એન જોષી ના નેતૃત્વ હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ જે વાંદા, વાય એમ જાડેજા, ડી એસ વઘાસિયા કે આ ચુડાસમા તથા સ્ટાફના સિંધિયાભાઈ રાઠોડભાઈ ઉર્મિલાબેન સુનિલભાઈ દેવાભાઈ, અજયભાઈ છગનભાઈ ની સ્પેશિયલ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.