હત્યા પ્રયાસ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ નોટીફીકેશન ભંગ સહિત જંગી ફોજદારી- સલાયામા લોખંડી બંદોબસ્ત --કોવિડ પ્રોટોકોલ પાલન કરાવા ગઇ તી પોલીસ ત્યા તો લોકોએ પોલીસને ઇજાઓ કરી તોફાન મચાવ્યુ: એસપીએ આખા જીલ્લાની પોલીસ ઉતારી સલાયા ને કિલ્લામા ફેરવ્યુ: જામનગર સહિત બંને જીલ્લામા ચકચાર મચાવનાર મામલો: વિફરેલા લોકોએ પોલીસજીપ ને ભંગાર બનાવી નાખી હતી.

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


જામનગર પાસેના અને જામનગરમાથી છુટા પડેલા દ્વારકા જીલ્લા મા મોટેભાગે લોકોના જાન માલ ની સલામતી અંગે તેમજ શરીર સંબંધી ગુનાઓ વધુ નોંધાય છે પરંતુ પોલીસ તરફી ઘણા સમયથી કોરોના જાહેરનામા અમલ અંગેના દંડ અને કેસથી લોકોમા છુપો રોષ અમુક આગેવાનો ની ફરિયાદ સુધી મામલાઓ સિમિત રહેતા હતા તેવામા કલ્યાણપુરમા પોલીસ ના બળપ્રયોગનો મામલો દ્વારકા સહિત બે ય જીલ્લામા ટીલાઓ અને જીજ્ઞાસા સાથે ચર્ચાય છે તેવામા સલાયામા તો બહુ થઇ જ્યા ખુદ  પોલીસ ની પ્રથમ ટીમ ટુકી પડી અને લકોના આક્રોશ નો ભોગ બની બાદમા તો એસપીએ લોખંડી બંદોબસ્ત કરાવ્યો તેમજ અમુક નામ સાથે હજ્જારો લોકો સામે  લાંબો લચક  ગંભીરવ  ગુનો નોંધાવામા આવ્યો છે હવે તે ગુનામા ધરપકડો કરવા પણ સાવચેતીથી પોલીસે જવુ પડશે.


દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં ધાર્મિક પ્રસંગની ઉજવણી વખતે ટોળાએ પોલીસને બાનમાં લઇ મચાવેલ દંગલ પ્રકરણમાં પોલીસે ૧૭ નામધારી સખ્સો સહિતના ટોળા સામે હત્યા પ્રયાસ અને રાયોટીંગ તેમજ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોચાડવા સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનિય છે કે, ટોળાના હુમલાને પગલે પોલીસે સલાયાને પોલીસ છાવણીમાં તબદીલ કર્યું છે.

સલાયામાં ધાર્મિક પ્રસંગની ઉજવણી દરમિયાન ફેલાયેલ અફવાઓને લઈને ઉજવણીમાં વ્યસ્ત લોકોએ પોલીસને બાનમાં લઇ હિંસા પર ઉતરી આવ્યા હતા. જેમાં ટોળાએ પોલીસ સાથે હાથાપાઈ કરી ધોલધપાટ કરી હતી. આ ઉપરાંત પોલીસના સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવી ટોળાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું વસ્ત્રાહરણ કર્યું હતું. આ બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધીકારીઓનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને સ્થિતિને નિયત્રિત કરવા ટીયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વાયરલ થયેલ વિડીઓ અને જે તોફાની તત્વોને ઓળખી કાઢી ગુનો નોંધ્યો છે. 


ફરિયાદમાં સ્પષ્ટ થયું બનાવનું કારણ


મહોરમના તહેવારની ઉજવણી માટે ઈમામ ચોકમાં એકત્ર થયેલ આરોપીઓએ કોરોનાની ગાઈડ લાઈનના છોતરા ઉડાવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમોમાં ૪૦૦ની સંખ્યા મર્યાદા સામે સેકડો લોકો એકત્ર થયા હતા. આ સખ્સોને પોલીસે ચેતવણી આપવા છેટા જાહેરનામા વિરૂધ્ધમાં જઇને જાણીજોઇને કાયદાનો ભંગ કરી મહોરમની ઉજવણી કરવામાં મશગુલ રહ્યા હતા. આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ જેવી મોટી સંખ્યામાં સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવ્યા વગર અને માસ્ક પહેર્યા વગર શસ્ત્ર ધારણ કરીને હિંસક ટોળા સ્વરૂપે એકઠા થવાની મનાઈ હોવા છતાં એકબીજાને મદદદગારી કરી, ઉશ્કેરણી કરી, મનાઇ હોવા છતાં તાજીયા માતમમાંથી બહાર કાઢી સરઘસ કાઢવાની ચેષ્ટા કરી હતી. જેને લઈને પોલીસે તેઓને સમજાવટથી રોકવા પ્રયત્ન કર્યો હતો. જેની સામે ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરી સરકારી વાહન જીપ પર હુમલો કરી, જીપમન સ્ટાફની ગેરકાયદેરસ અટકાયત અવરોધ કરી, તેમાં બેઠેલા અધિકારી-કર્મચારીઓને જબરદસ્તીથી બળપૂર્વક નીચે ઉતારી, જીપનો અનઅધિકુત કબજો લેવા માટે હિંસક હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઈ પાસેથી રૂપિયા દસ હજારની રોકડ ભરેલ પર્સ બળજબરીપૂર્વક ઝુંટવી લેવાયું હતું તેમજ સ્ટાફના માણસોને નાની મોટી તેમજ ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત સરકારી વાહન જીપને દુર લઇ જઇ તેમજ સ્ટાફના ખાનગી મોટર સાયકલોને પોતાની પાસેના હથિયારોથી નુકસાન પહોંચાડ્યુ હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા જી.આર.ડી. સભ્ય દિલીપભાઇ વઘોરાને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીઓએ હિંસક હથિયારથી હુમલો કરી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત પોલીસ તથા જી.આર.ડી. સભ્યો ઉપર છુટ્ટા પથ્થરો તથા લાકડીઓ, પાઇપો વડે શરીરના સંવેદનશીલ ભાગો પર તથા માથાના ભાગે ફટકારી હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી ફરજમાં રુકાવટ કરી હતી.


ગંભીર અને સમીક્ષા જનક ફોજદારી........એઝ ઇટ ઇઝ

૧  પો.સ્ટે. ગુ.ર.નં. કલમ સલાયા મરીન પોસ્ટે ભાગ એ ૧૧૧૮૫૦૦૭૨૧૦૨૬૫  ગુન્હો આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૦૭, ૩૦૮, ૩૯૫, ૩૯૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૨, ૩૩૩, ૩૩૭, ૩૩૮, ૩૫૩, ૩૪૧, ૩૪૨, ૧૮૮, ૪૨૭ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપટ્રી એકટ ૧૯૮૪ની કલમ ૩(૨)ઈ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ

૨  ગુનોબન્‍યાતારીખ, સમય, જગ્‍યા તા.૧૯/૦૮/૨૦૨૧ ના રાત્રીના પોણા દશ થી પોણા અગીયાર દરમ્યાન થાણા થી પુર્વે કિ મી ૧ દુર હુશેની ચોક વિસ્તાર સલાયા ટાઉન બીટ

૩  ગુનોજાહેરથયાતારીખ, સમય ૨૦/૦૮/૨૦૨૧ કલાક  ૦૧/૩૦ વાગ્યે

૪  ફરીયાદીનુંનામ, સરનામું, સંપર્કનંબર પી બી ઝાલા પો ઈન્સ સલાયા મરીન પોસ્ટે  મો નં.૯૯૨૫૧૪૭૭૨૭

પ  આરોપીનુંનામ, સરનામું (૧) રીઝવાન રજાક સંઘાર તથા (૨) હમીદ રજાક સંઘાર તથા (૩) અકરમ રજાક સંઘાર તથા (૪) અબ્દુલકરીમ સલીમ ભગાડ તથા (૫) કરીમ નુરમામદ સંઘાર  તથા (૬) એજાજ રજાક સંઘાર તથા (૭) આમીન ઉર્ફે ચકલીમીડી જાવીદ સૈયદ તથા (૮) નુરમામદ ભીખા ગજીયા  તથા (૯) અસગર રજાક સંઘાર (૧૦) આબીદ તાલબ ભોકલ તથા (૧૧) સબીરહુશેન ગુલામહુશેન સુભણીયા (૧૨) ગુલામ ઉંમર ભગાડ તથા (૧૩) મહેબુબ ફારૂક ગજ્જણ તથા (૧૪) ફિરોજ અનવર ગજણ તથા (૧૫) ઇમરાન રજાક સંઘાર સહિત આશરે પાચેક હજાર માણસોનુ ટોળુ રહે બધા સલાયા

૬  દરેકઆરોપીદીઠઅટકકર્યાતારીખ, સમય અટક કરવાની તઝવીજ ચાલુ છે

૭  આરોપીઅટકકરેલનહોયતોસ્‍પષ્‍ટકારણો

૮  મરણજનારનાનામ, સરનામા  ઈજા/ભોગબનનારનાનામ, સરનામા

૯ ગુનાનોહેતુ /એમ.ઓ

૧૦  વપરાયેલહથિયાર

૧૧  ચોરાયેલ /ગયેલમિલકતનીવિગત

૧૨  પાછીમળેલહોયતેવીમિલકતનીવિગત

૧૩ ગુનોદાખલકરનારનુંનામ, તથાહોદો એન એચ લુણા એ એસ આઈ સલાયા મરીન પોસ્ટે

૧૪  ગુનોથાણાઅધિ.એદાખલનકરેલતેનુંકારણ

૧૫  ગુનોમોડોદાખલથવાનુંકારણ

૧૬   તપાસ કરનાર અમલદારનું નામ તથા હોદો જે એમ ચાવડા પો ઈન્સ એસ ઓ જી શાખા 

૧૭ વીઝીટેશનકરનારઅમ.નુંનામતથાહોદો

૧૮ ટુકી. વિગત- ગુન્હો આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૦૭, ૩૦૮, ૩૯૫, ૩૯૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૨, ૩૩૩, ૩૩૭, ૩૩૮, ૩૫૩, ૩૪૧, ૩૪૨, ૧૮૮, ૪૨૭ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપટ્રી એકટ ૧૯૮૪ની કલમ ૩(૨)ઈ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ તે એવી રીતે કે અમો તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા જી.આર.ડી. સભ્યો સલાયા હુશેની ચોકમાં મોહરમ બંદોબસ્તમાં હોઇએ તે દરમ્યાન ઉપરોક્ત આરોપીઓએ પ્રવર્તમાન કોવીડ-૧૯ મહામારીના સંદર્ભમાં સરકારશ્રીની ગાઇડલાઇન્સ અને ધાર્મિક કાર્યક્રમોમાં ૪૦૦ની સંખ્યા મર્યાદા અંગેના જાહેરનામા વિરૂધ્ધમાં જઇને જાણીજોઇને કાયદાનો ભંગ કરવા તથા મહોરમનો તહેવાર ઉજવવા સારૂ સલાયાના ઇમામ ચોક ખાતે ઉપર જણાવેલ નામવાળા આરોપીઓ સહિત ૧૦૦૦ થી ૧૫૦૦ જેવી મોટી સંખ્યામાં સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવ્યા વગર અને માસ્ક પહેર્યા વગર શસ્ત્ર ધારણ કરીને હિંસક ટોળા સ્વરૂપે એકઠા થઇ એક સંપ કરી એકબીજાને મદદદગારી કરી ઉશ્કેરણી કરી મનાઇ હોવા છતાં તાજીયા માતમમાંથી બહાર કાઢી સરઘસ કાઢવાની ચેષ્ટા કરતા બંદોબસ્ત ફરજમાં હાજર અમો તથા સાથેના સ્ટાફે તેમને સમજાવટથી રોકવા પ્રયત્ન કરતા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરી પોલીસના સરકારી વાહન જીપ પર હુમલો કરી જીપની ગેરકાયદેરસ અટકાયત અવરોધ કરી તેમાં બેઠેલા અધિકારી/કર્મચારીઓને જબરદસ્તીથી બળપૂર્વક નીચે ઉતારી જીપનો અનઅધિકુત કબજો લેવા માટે હિંસક હુમલો કરી અમારા હાથમાં રહેલ રૂપીયા દસ હજાર સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ વાળુ પર્સ પોતાના ઉપયોગ માટે બળજબરીપૂર્વક ઝુંટવી લીધેલ તેમજ સ્ટાફના માણસોને નાની મોટી તેમજ ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી ઘાયલ કરેલ તેમજ સરકારી વાહન જીપને અમારાથી દુર લઇ જઇ તેમજ સ્ટાફના ખાનગી મોટર સાયકલોને પોતાની પાસેના હથિયારોથી નુકસાન પહોંચાડેલ તથા ભોગ બનનાર સાહેદ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા જી.આર.ડી. સભ્ય દિલીપભાઇ વઘોરાને જાનથી મારી નાખવાના ઇરાદે ઉપર જણાવ્યા મુજબના આરોપીઓએ હિંસક હથિયારથી જાનલેવા હુમલો કરી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી તથા પોલીસ તથા જી.આર.ડી. સભ્યો ઉપર છુટ્ટા પથ્થરો તથા લાકડીઓ, પાઇપો વડે શરીરના સંવેદનશીલ ભાગો પર તથા માથાના ભાગે હિંસક હુમલો કરી માર મારતા હોય જે તેઓના કુત્યથી પોલીસ જવાનો તેમજ જી.આર.ડી. સભ્યોનું મોત નિપજવાનો પુરેપુરો સંભવ હોય તેવી જાણકારી હોવા છતાં ઇરાદા સાથે માર મારી અમારી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી મ્હે. ડી.એમ.સા.ના હથિયાર બંધી જાહરેનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત.