જામનગર મોર્નિંગ - જામનગર 


શહેરમાં આવેલ નદીના પટમાંથી પાર્ક કરાયેલા ટ્રકમાંથી અજાણ્યા શખ્સે રૂ. 50000ના મુદામાલ ની ચોરી કરી નાસી જતા સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ વ્હોરાના હજીરા પાસે નદીના પટમાંથી પાર્ક કરાયેલા ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રકની કેબીન અને લોડબોડીના અલગ અલગ રીતે કાપી અમુક ભાગ અંદાજે કિંમત રૂ. 50,000 ચોરી કરી નાસી છૂટેલા અજાણ્યા શખ્સની સિટી બી ડિવિઝન પોલીસે શોધખોળ હાથ ધરી છે.