જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના જાણીતા ઉધોગપતિ તેમજ દેશ-વિદેશમાં પોતાના ધંધાનું સામ્રાજ્ય ફેલાવનાર તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા જીતુભાઈ લાલનું ફેસબુક પેજ હેક થયાની ફરિયાદ જીતુભાઈ લાલે ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જીતુભાઈ લાલના લાખો ફોલોઅર્સ પોતાના એકાઉન્ટ પર છે, અને થોડા દિવસ પૂર્વે જ તેમનું એકાઉન્ટ અજાણ્યા શખ્સે હેક કર્યું હતું અને કાલે તેમાં પાકિસ્તાની ઝંડો અપલોડ કરી પાકિસ્તાની તરફેણમાં લખાણ અને પોસ્ટ અપલોડ કરતા જીતુભાઈ લાલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પીઆઈ કે.એલ. ગાંધે તપાસ ચલાવી રહ્યા છે.