જામનગર મોર્નિંગ - જામનગર 

જાંબુડામાં રહેતા આઘેડ પોતાના ઘરે ધાબા પર સુતા હોય તે દરમ્યાન નીંદરમાં નીચે ઉતરવા જતા પડી જવાથી હેમરેજની ઈજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

જામનગરના જાંબુડામાં આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ પાંચાભાઈ પાટડીયા (ઉ.વ.45) તારીખ 15 જુલાઈના રોજ રાત્રે પોતાના ઘરે ધાબા પર સુતા હોય અને રાત્રીના નીંદરમાં નીચે ઉતરવા જતા પડી જવાથી માથામાં હેમરેજની ગંભીર ઈજા થતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન 22 જુલાઈના રોડ મૃત્યુ નિપજતા બિપીનભાઈ વાલજીભાઈ પાટડીયાએ પોલીસમાં જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.