જામનગર મોર્નિંગ – ભાણવડ : ૩૦ હજારથી વધુ માનવ વસ્તી ધરાવતા ભાણવડ શહેરની ચારે બાજુ મોટા ડેમ આવેલ છે. ઉતર – પૂર્વમાં વર્તુ – ૨ ડેમ, સતસાગર , રાણાસર અને ગુલાબસાગર ડેમ આવેલ છે. જયારે દક્ષીણ – પશ્ચિમમાં મોરઝર , વેરાડ અને વાનાવડ મોટા ડેમ આવેલ છે. ભાણવડની ચારે બાજુ ડેમો હિલોળા દેતા હોય છતાં પણ ભાણવડ શહેરની પ્રજાને પાણી માટે ૭ દિવસની રાહ જોવી પડે છે. ૬-૭ દિવસે પાણી આવે તેમાં પણ ક્યારે અને કેટલીવાર તેનું પુરતું ટાઈમિંગ નહી નગરજનોએ જણાવ્યા અનુસાર કયારેક વહેલી સવારે તો કયારેક ખરા બપોરે ક્યારે આવે એનું કઈ નક્કી નહી કેટલી વાર ચાલુ રહેશે તે પણ નક્કી નહી આવી સતત નગરજનોની વાતો અમારા સુધી પહોચતા અમે આ અંગે પાલિકાના જવાબદારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાણવડમાં પાણીના સ્ત્રોતની સમસ્યા નથી પણ પાણી વિતરણ કરવા માટેની પાઈપ લાઈન છે તે ખુબ જૂની છે જયારે જુજ પાણીના નળ જોડાણો હતા ત્યારથી આ લાઈન છે હાલ હજારોની સંખ્યામાં જોડાણ થયા પાઈપ લાઈનની ક્ષમતા કરતા જોડાણો મોટી સંખ્યામાં વધી ગયા છે એટલે આગામી સમયમાં “નલ સે જલ તક “ યોજના હેઠળ રૂપિયા ૧૮ કરોડના ખર્ચે નવી પાઈપ લાઈન નાખવામાં આવશે જે માટે સરકારમાં અરજ અહેવાલ અપાયો છે. જે યોજના અમલી બનતા ભાણવડ નગરજનોની પાણી વિતરણની સમસ્યાનું કાયમી સમાધાન થઇ જશે.