બે સ્ત્રી સહિત ચાર શખ્સ ઝડપાયા: પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના ગોકુલનગર નજીકના યોગેશ્વરધામમાં ગઈકાલે સીટી સી પોલીસે એક ડમી ગ્રાહકને મોકલી કૂટણખાનું ઝડપી લઈ રંગીનમિજાજ માણસોને બોલાવી વેશીયાવૃત્તિ રેકેટ ચલાવતા બે મહિલા સહિત ચાર શખ્સને ઝડપી લઈ બે મહિલા સહિત ચાર શખ્સ સામે ગુનો નોંધી રોકડ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી, બહારથી બોલાવેલી બે મહિલા પણ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


મળતી વિગત મુજવ જામનગરના ગોકુલનગર વિસ્તારથી આગળ આવેલા યોગેશ્વરધામમાં એક મહિલા દ્વારા લોહીનો વે૫ાર ચલાવાતો હોવાની બાતમી મળતા સિટી 'સી' ડિવિઝનના પીઆઈ કે. એલ. ગાધેના વડપણ હેઠળ પીએસઆઈ આર. એલ. ઓડેદરા તથા સ્ટાફે એક બોગસ ગ્રાહકને ઉભો કરી તેને ગઈકાલે બપોરે નબીરા ઉર્ફે નરગીસ મકબુલ સુધાગુનિયાના મકાનમાં મોકલ્યો હતો. જ્યાં આ ગ્રાહકે શરીરસુખ માણવા માટે વ્યવસ્થા કરી આપવાનું કહેતાં નબીરા તથા ગુલઝાર ઉર્ફે પૂજા ઉર્ફે સમીરા મહેંદી મામદ અભવાણીએ પૈસા લઈ આ ગ્રાહકને અંદર આવી જવાનું કહ્યું હતું. તે પછી અંદર ગયેલા ગ્રાહકે આપેલા સિગ્નલના પગલે પોલીસ કાફલો પ્રગટ થયો હતો. પોલીસે ઉપરોકત બન્ને મહિલા ઉપરાંત ઓખાના ભુંગા વિસ્તારના રહેવાસી શબ્બીર રઝાક બુખારી, ધરારનગર-૧ વાળા નદીમ ઈશાક જુણેજાની સ્થળ પરથી અટકાયત કરી લીધી હતી. આ શખ્સોની પૂછપરછ કરાતાં તેઓ બહારથી સ્ત્રીઓને બોલાવી પુરુષ ગ્રાહકોને શરીરસુખ માટે વ્યવસ્થા કરી આપતી હોવાનું બહાર આવ્યું છે. તે મકાનમાંથી અન્ય બે સ્ત્રીઓ પણ મળી આવી છે. પોલીસે ચાર મોબાઈલ તથા રૃપિયા ૩૪૦૦ રોકડા કબ્જે કર્યાં છે. નબીરા, ગુલઝાર, શબ્બીર અને નદીમ ચારેય શખ્સો સામે અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમ કલમ 3(1), 4(1), 5(1), 5(1)(બી), 6(1) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.