જામનગર મોર્નિંગ - જામનગર 

બીએસઈ ખાતે લિસ્ટેડ, Evexia લાઇફકેર લિમિટેડને પ્રવર્તમાન કાર્યરત વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત આઇસોમાટિમિડિયમ (Isometamidium / આઇસોમેટા)ના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયન્ટ (એપીઆઇ)નો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે એફડીએ તરફથી ઇનિશિયલ પ્લાન્ટ લેઆઉટની પરવાનગી પ્રાપ્ત થઈ છે.

આઇસોમાટિમિડિયમ (આઇસોમેટા)નો મુખ્યત્વે ઢોરઢાંખર, ભેંસ, બકરી, ઘેટાં, કૂતરાઓ વગેરેની દુર્લભ બિમારીઓ માટે ઉપયોગ થાય છે. ભારતમાં અને દુનિયા બહુ ઓછી કંપનીઓ આ એપીઆઇનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. કંપની દર મહિને 400 કિગ્રાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે જે કોઈપણ કંપની દ્વારા કરવામાં આવતુ સૌથી વધુ ઉત્પાદન હશે.

આ એપીઆઇ પ્લાન્ટ કંપનીની આવકમાં વાર્ષિક 30-40 કરોડ રૂપિયાનો વધારો કરશે તેમજ નફાકારકતામાં પણ નોંધપાત્ર વધારો કરશે. મુખ્યત્વે મધ્ય પૂર્વ, આફ્રિકા અને લેટિન અમેરિકામાં આ એપીઆઇની વધારે માંગ છે. આ એપીઆઇ પ્રોડક્ટના પ્રી ઓર્ડર માટે ખરીદદારો સાથે એડવાન્સ્ડ સ્ટેજની વાટાઘાટો પહેલાથી જ ચાલી રહી છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે જાણીતા વૈજ્ઞાનિકો, શ્રી અવસારી અને શ્રી દીપક યાર્ડે સાથે સહયોગ કર્યો છે. તેઓ આ ક્ષેત્રમાં 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

કંપનીએ તેના વડોદરા સ્થિત પ્લાન્ટ લોકેશન પર સ્ટેટ ઓફ ધી આર્ટ, અલ્ટ્રામોડર્ન, સુવ્યવસ્થિત રીતે સુસજ્જ આર એન્ડ ડી લેબોરેટરી તૈયાર કરી છે. વિશ્વભરમાં ISOMETAની માંગને મેનેજ કરવા માટે કંપની એક મોટો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. Evexia લાઇફકેર પાસે મજબૂત ટેકનોલોજી બેકગ્રાઉન્ટ અને એપીઆઇ અને ફોર્મ્યુલેશનના મેન્યુફેક્ચરિંગ માટે સારી મેન્યુફેક્ચિરંગ ફેસેલિટી છે.

Evexia લાઇફકેર લિમિટેડ આ પ્રોડક્ટના વ્યાપક આંતરરાષ્ટ્રીય સંપર્કો અને મોટા બજાર હિસ્સેદારીની અપેક્ષા સાથે માર્કેટિંગ કરશે. કંપની ભવિષ્યમાં આ એપીઆઇની કુલ માંગના 20% સપ્લાય કરવાનું લક્ષ્ય ધરાવે છે.