• સમસ્ત સોરઠીયા રબારી સમાજના પટેલના ભાઈ પાલાભાઈના અવશાનથી પંથક અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું


જામનગર મોર્નિંગ - ભાણવડ તા.29 : ભાણવડ પંથકના બરડા ડુંગરમાં કિલેશ્વર પાસે આવેલ કોઝવે ટાઈપના ચેકડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી પાલાભાઈ આલાભાઈ મોરીનું મૃત્યુ નીપજ્યું છે.

બનાવની વિગત મુજબ આજે સાંજે 6 વાગ્યાં આસપાસ બરડા ડુંગરના કિલેશ્વર નેશના રહીશ પાલાભાઈ આલાભાઈ મોરી નામના આધેડ ભાણવડથી કિલેશ્વર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ભાણવડ અને બરડા પંથકમાં આજે બપોરથી જ઼ ભારે વરસાદ ચાલુ હતો દરમિયાન મરણ જનાર પાલાભાઈ કિલેશ્વર નજીક કોઝવે ટાઈપના ચેકડેમ પાસે પહોંચતા પાણીનો પ્રવાહ વધુ ના હોય એવુ લાગતા તેઓ પાણી પસાર થવા જતા હતા એ દરમિયાન અચાનક પાણીનો ભારે પ્રવાહ વધી જતા પાણીમાં તણાઈને નીચે પટકાતા સ્થળ પર જ઼ મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે ફોરેસ્ટ વિભાગ પણ દોડી આવ્યો હતો. મરણ જનાર પાલાભાઈના ભાઈ પુંજાભાઈ આલાભાઈ મોરી સમસ્ત સોરઠીયા રબારી સમાજના પટેલ હોવાથી આ દુઃખદ બનાવથી સમસ્ત રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું.