જામનગર મોર્નિંગ - ભાણવડ તા.30 : મૂળ બોડકી ગામના શ્રી રાજશીભાઈ ડી. ચૌહાણ જેઓ ઘણા સમયથી એસ. આર. પી. માં ઈમાનદારી અને ખંત - ખુમારીથી પોતાની ફરજ બજાવતા હતા તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈ સરકારશ્રી દ્વારા વધુ એક જવાબદારી સોંપી પોરબંદર પી. એસ. આઈ. તરીકે નિમણુંક આપી છે.

બોડકી ગામના પનોતા પુત્રની પી. એસ. આઈ. માં વરણી થતા સમસ્ત બોડકી ગામ તથા સગર સમાજ દ્વારા અભિનંદન આપવા માટે સતીઆઈ માતાજીના મંદિરથી લઈને ગામના ચોક સુધી વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરીને બિરદાવ્યા હતા શુભેચ્છાઓ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોડકી ગામના સરપંચ, આગેવાનો યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.