ભાણવડ પંથકના બરડા ડુંગર અને આજુબાજુ વિસ્તારના નયનરમ્ય સ્થળો પર પાછતરડી ગામના યુવાનો દ્વારા " મારાં વાલમ " નામનું અર્બન ગુજરાતી ગીત બનાવ્યું છે. જે ગીતના શબ્દો ભીમા કોડિયાતર, સુમધુર અવાજ સુમિત જોષી તથા ગીતનું ડાયરેક્શન અને અભિનય કિશોર મકવાણાએ કર્યું છે. જે ગીતનું ટીઝર રિલીઝ થતા ખુબ વાયરલ થઇ રહ્યું છે યુવાનોને ગમી રહ્યું છે. ગીત Devbhumi Digital યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થશે.

બરડા ડુંગરના જોવાલાયક અને માણવા લાયક સ્થળોને કેમેરામાં કેદ કરી આજની યુવા પેઢીને રસ પડે જોવામાં એવુ અર્બન ગુજરાતી લવ સોન્ગ બનાવ્યું છે જે તા.02-10-2021 શનિવાર ગાંધીજયંતિના દિવસે યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થશે.