• ભાણવડના રાજકારણમાં નવું નામ કે.ડી.કરમુર

  • ભાણવડમાં ૧ વર્ષમાં ૮ થી ૧૦ કરોડ રૂપિયા મતદારો માટે વપરાયા જેમાં કોંગ્રેસ મોખરે રહી.

 

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૦૫ : ભાણવડ નગરપાલિકામાં ૨૫ વર્ષ જેટલા સમય સુધી ભાજપનું એક હથ્થુ શાસન રહ્યું છે. જયારે આ મધ્યસ્થ ચુંટણીમ મોટી બહુમતી સાથે કોંગ્રેસએ બાજી મારી છે ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકમાંથી કોંગ્રેસ ૧૬ અને ભાજપના ફાળે ૦૮ બેઠક આવી છે.

૨૫ વરસથી ભાજપને સ્વીકારતા નગરજનો આવી રીતે કોંગ્રેસને મોટી બહુમતી આપતા રાજકીય આગેવાનો પણ વિચારમાં પડી ગયા છે. ભાણવડ નગરપાલિકાના નજીના ભૂતકાળને જોઈએ તો ભાજપનું શાસન હતું પણ સભ્યો પર ભાજપના નેતાઓનો જોઈએ તેવો પ્રભાવ રહ્યો નથી. કોર્પોરેટરો મનમાની કરીને મજા આવે માલ મળે તેવા કામોમાં રસ વધારે લેતા થયા. ભાણવડમાં પીવાનું પાણી ૭-૭ દિવસે એક વખત આવે મુખ્ય બજારો , બાયપાસ રોડ વર્ષોથી ખરાબ હાલતમાં હતા છતાં તે રીપેરીંગ કે નવીનીકરણમાં ધ્યાન દીધા નથી પરિણામે લોકો કંટાળી ગયા.

૨૦૧૭થી અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ૨૦૨૦માં જયારે ફરી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ - ઉપપ્રમુખ અને ચેરમેનની નિમણુકમાં આંતરિક વિખવાદ થતા ભાજપના ૦૮ સભ્યો ભાજપમાંથી કોંગ્રેસમાં ભળી ગયા. ભાજપ શાસિત પાલિકામાં કોઈ ઠરાવો બજેટ મંજુર થયા નહિ જેથી નગરપાલિકા સુપરસીડ થઇ અને ફરી અધૂરા રહેતા ૧૨-૧૫ મહિના જેટલા સમય હાલ માટે મધ્યસ્થ ચુંટણી યોજાઈ જેમાં ૨૦૨૨માં આવનારી વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને હાલના ભાણવડ - ખંભાળીયાના કોંગ્રેસ પક્ષમાંથી ચુટાયેલા ધારાસભ્ય વિક્રમ માડમએ ખુબ રસ લીધો અને ભાણવડ માટે એક નવું જ નામ જે ભાણવડના રાજકારણમાં ૧ વર્ષ જેટલા સમયથી સક્રિય થયા તેવા કે.ડી.કરમુર મૂળે કન્ટ્રશન કામના બિઝનેશમેનએ ભાણવડ શહેર અને તાલુકામાં ચિત્ર બદલાવી નાખ્યું ભાજપને ભગાડી મુક્યું હોય એમ ભાજપ પાસે રહેલી મોટા ભાગની સીટો કોંગ્રેસએ કબજે કરી લીધી તાલુકા અને શહેર બંનેમાં. ચુંટણીઓ વચ્ચે બીજી વાત એ પણ ચર્ચાઈ રહી છે કે ગત તાલુકા - જીલ્લા પંચાયત અને હાલની ભાણવડ નગરપાલિકામાં ભાણવડમાં ૧ વર્ષથી ટુકા સમયમાં ૮ થી ૧૦ કરોડ રૂપિયા વપરાયા જે વાપરવામાં કોંગ્રેસ મોખરે રહી છે.