• અકસ્માતમાં મોટર સાઇકલમાં સવાર બંન્ને યુવાનોના દુઃખદ મોત

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.28 : જામનગર - ખંભાળીયા માર્ગ પર આરાધના ધામ નજીક સિંહણ પાટિયા પાસે આજે બપોરના સમયે એક ટેન્કર ટ્રક અને મોટર સાઇકલનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાઇકલ ચાલક તથા સવાર બંન્ને યુવાનો ગોવિંદ રતનભાઈ પરમાર ઉ. વ. આશરે 20 તથા શ્યામ બાદલભાઈ કોળી ઉ. વ. આશરે 20 રહે બંન્ને. જામનગર સમર્પણ હોસ્પિટલ પાસે બાવરી એરિયા આ બંન્ને નવ યુવાનોના અકસ્માતમાં ટ્રકના ત્યાર નીચે આવી જતા દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા. ઘટના અંગે જરૂરી તપાસ કરી પોલીસએ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.