- ભાણવડમાં સરકારી કોલેજ, આઈટીઆઈ, માર્કેટિંગ યાર્ડ પણ આ રોડ પર આવેલ છે.
જામનગર મોર્નિંગ - ભાણવડ તા.30 : ભાણવડ વેરાડ નાકા થી લઈને ચાર પાટિયા સુધી આશરે 3 કિમિ જેટલો આ રોડ રાજ્ય સરકાર હસ્તકના માર્ગ અને મકાન વિભાગ ખંભાળીયા પેટા વિભાગ હેઠળ આવે છે જે રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો રોડમાં ઠેર - ઠેર ગાબડાઓ પડી ગયા હતા. આ રોડ ભાણવડ થી જામનગર - જામજોધપુર વિગેરેને જોડતો હોય ટ્રાફિક પણ ખુબ રહે છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં આ રોડ રિસરફેસીંગ - નવીનીકરણ કરીને સળંગ પેવર પટ્ટા લગાવાઈ રહ્યા છે જેમાં ચારપાટિયા થી ભાણવડ બાજુ અડધા જેટલો રોડ રીપેરીંગ થઇ ગયો છે તથા બાકીમાં કામગીરી પૂર ઝડપે ચાલુ છે આવતા 8-10 દિવસમાં આ રોડમાં સંપૂર્ણ પણે પેવર પટ્ટા લાગીને રોડનું નવીનીકરણ થઇ જશે તેવું માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ રોડ નવીનીકરણ થતા સ્થાનિક લોકો સહીત આ રોડ પરથી નિયમિત પસાર થતા મોટી સંખ્યામાં લોકોને લાભ મળશે.
0 Comments
Post a Comment