જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : જામનગરના રણજીત સાગર તળાવમાં ન્હાવા પડેલા 23 વર્ષીય મતવા રઉક ઇકબાલભાઈનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ફાયરની ટીમ દ્વારા મૃતદેહ શોધી કાઢ્યો છે ને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતો સૌથી મોટા ડેમમાં ગણતરી થતા રણજીતસાગર ડેમમાં ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે મોટો પાણીનો પ્રવાહ આવે છે. શનિ - રવિની રજામાં તળાવ કાંઠે લોકો મોટા પ્રમાણમાં ફરવા આવતા હોવાથી આ વખતે તેમાં પણ પ્રતિબંધ લદાયો હતો તળાવ કાંઠે હરવા - ફરવા આવવાની મનાઈ છે છતાં પણ લોકો કંઈ રીતે ન્હાવા પડે છે જેથી આવા ગંભીર બનાવો બને છે ! તે પણ સવાલ છે.