જામનગર મોર્નિંગ - ભાણવડ તા. રરઃ દેવભૂમિ જિલ્લાના ભાણવડ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની રપ/૧૦ ના ચૂંટણી યોજાશે અને રપ વર્ષે કોંગ્રેસનું શાસન સ્થપાશે તેવી સ્થિતિ છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાલિકામાં તાજેતરમાં પેટાચૂંટણી ૧૪ માસ માટે યોજાઈ હતી. જેમાં રપ વર્ષ પછી ભાજપને હટાડીને કોંગ્રેસે ર૪ માંથી ૧૬ ની તોતિંગ બહુમતિ મેળવીને ઈતિહાસ સર્જયો હતો. તે ભાણવડ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તા. રપ-૧૦-ર૦ર૧ ના સોમવારે યોજાનાર હોવાની જાહેરાત થઈ છે.


ચૂંટણી અધિકારી તરીકે ખંભાળિયા પ્રાંત અધિકારી સંજય કેશવાલા છે જેઓ સવારે ૧૧ વાગ્યે ચૂંટણી કરાવશે. પ્રમુખ તરીકે બીન અનામત છે. કોંગ્રેસ દ્વારા રવિવાર સુધીમાં નામો નક્કી કરવામાં આવનાર છે. લોહાણા, સતવારા તથા બ્રાહ્મણ પૈકી એક ઉમેદવાર પ્રમુખ તરીકે નક્કી થાય અને બાકીની જ્ઞાતિઓને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનમાં સમાવવામાં આવે તેવી તજવીજ ચાલી રહી છે.


ભાણવડમાં સોમવારે રપ વર્ષ પછી કોંગ્રેસનું શાસન આવશે તે પણ નોંધપાત્ર ગણાય છે તથા ર૦રર માં ધારાસભા ચૂંટણીઓ છે ત્યારે કોંગ્રેસને ફાયદો થશે.