• પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૂપિયા ભાવ ઘટાડો

જામનગર મોર્નિંગ - જામનગર : દેશમાં વીતેલા 7-8 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન વધારો થયો છે ગયા વર્ષે 70-80 રૂપિયે મળતું પેટ્રોલ હવે 100ને પાર કરી ગયા પછી પણ ભાવ વધી રહ્યા હતા હાલમાં પેટ્રોલ અને ડીઝલ બંન્ને એક બીજાને સમાંતર 106 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યું છે. પેટ્રોલ ડીઝલના આકાશને આંબતા ભાવથી લોકો ક્રોધે ભરાઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારએ એકસાઈઝ ડ્યુટીમાં આંશીક ઘટાડો કર્યો જેમાં પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો છે જે આજથી લાગુ પડશે આમ છતાં પણ પેટ્રોલ હજુ 100 રૂપિયાને પાર રહેશે જયારે ડીઝલ બે અંકમાં આવશે.

જો કે મોડી સાંજે ગુજરાત સરકારએ પણ પેટ્રોલ અને ડીઝલના વેટમાં 7-7 રૂપિયાનો ઘટાડો કરતાં ગુજરાતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે.

પેટ્રોલ - ડીઝલના ભાવ એક વર્ષમાં આશરે 30 રૂપિયા જેટલાં વધ્યા છે જેના હિસાબે તમામ વસ્તુના ભાવ વધ્યા છે પેટ્રોલ - ડીઝલના ભાવથી લોકો દાઝી રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે સમજદારી વાપરી થોડી રાહત આપી છે પણ હજુ ગયા વર્ષની સરખામણી ભાવ 70-80 આસપાસ થવા જોઈએ તેવી લોકલાગણી છે.