Breaking News

ગુજરાતનો દરિયા કાંઠો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કારોબારનું પ્લેટફોર્મ બની રહ્યો છે : નાવદ્રાથી 120 કરોડનું 24 કિ. ગ્રા. ડ્રગ્સ ઝડપાયું


  • દ્વારકા સહીત ગુજરાતનો 1600 કિમિનો વિશાળ દરિયાકાંઠો હવે વિશ્વવ્યાપી ડ્રગ્સના કાળા કારોબારના સપ્લાય માટેનું પ્લેટફોર્મ બની રહ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી વાયા ગુજરાત થઈને વિશ્વને ડ્રગ્સની સપ્લાય થઇ રહી છે. અગાઉ શ્રીલંકા થઈને થતું પણ ત્યાં નિયમો વધુ કડક થતા હવે ગુજરાત પસંદ કરાયું હોય તેવું બની શકે.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.17 : પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહેલ છે , જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્ઝના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે . તાજેતરમાં તા. ૧૪/૧૧/૨૦૨૧ ના રોજ એ.ટી.એસ. ગુજરાતની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરેલ , જેમાં અંદાજિત ૧૨૦ કિલો હેરોઈનનો જપ્ત કરેલ . આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ . ૬૦૦ કરોડની છે . રેડ દરમ્યાન ત્રણ આરોપીઓ નામે ( ૧ ) મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર સ / ઓ હાજી નૂરમોહમ્મદ રાવ , ઉ.વ. ૩૯ રહે . બસ સ્ટેન્ડ રોડ , મેઇન બજાર , જોડીયા , જી . જામનગર , ( ૨ ) સમસુદ્દીન સ / ઓ હુસૈનમીયાં સૈયદ , ઉ.વ. ૩૭ રહે . ઝીંઝુડા , તા . મોરબી , જી . મોરબી ( 3 ) ગુલામ હુસૈન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમી દ્વારકા નાઓની ધરપકડ કરવામા આવેલ અને ત્યારબાદ તેઓને મોરબી જીલ્લાના સ્પે . એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજૂ કરતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓના ૧૨ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર થયેલ આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર , રાજસ્થાન , પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્ઝ સ્મગલર્સની સંડોવણી ખૂલવા પામેલ . આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી ૧૨ કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરેલ હતી . ત્યારબાદ બાકીના ડ્રગ્ઝની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવ ને મળવા જવાનો હોવાની માહિતી મળેલ , જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી , જે દરમ્યાન બે આરોપીઓ ( 1 ) ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો , સ/ઓ અલી મીયા કાદરી , રહે : બંદર રોડ , જામ સલાયા , સોડસલા , જામનગર , ( 2 ) અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ , રહે : મન્નીવાલી , તાલુકા : સાદુલશહર , જીલ્લો : ગંગાનગર , રાજસ્થાનનાઓને શિરોહી , રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવેલ છે . ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે , ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ , અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્ઝની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવનાઓને કરવાની હતી . અત્રે એ નોંધનીય છે કે , ભારત ભૂષણ શર્મા , ઉર્ફે ભોલા શૂટર , રહે : ફરીદકોટ , પંજાબના ઉપર રાજસ્થાન , પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ , હત્યા , ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલ છે . અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ માણસ છે . આ ઉપરાંત ઉપરોક્ત ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ , રહે : જોડીયા , જીલ્લો : જામનગરનાનો પણ આ ગુન્હામાં સંડોવાયેલ હોઈ તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આ ઉપરાંત , પકડાયેલ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમી દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે સદરહુ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા , રહે : નાવદ્રા , તાલુકો : જામકલ્યાણપુર , જીલ્લો : દેવભૂમી દ્વારકાનાના રહેણાંક મકાનમાંથી અંદાજિત ૨૪ કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો , જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ . ૧૨૦ કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્જે કરવાની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.

No comments