ગોંધી રાખી ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી: ગુપ્તરાહે ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપ્યો   

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરથી ઉત્તરપ્રદેશ ફરવા ગયેલ બે મિત્રોનું કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં અપહરણ થતા જામનગર સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા 24 કલાકમાં બંને મિત્રોને છોડાવી અલોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી મિગત મુજબ જામનગર શહેરમાં એક પરણીતાએ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ અને તેના મિત્ર બંને ઉત્તર પ્રદેશ ફરવા ગયેલ હોય ત્યારે ત્યાંના કોઈ શખ્સે તેમનું અપહરણ કરી ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને વારંવાર તેઓની પાસે રૂપિયાની ખંડણીની માંગણી કરે છે જે હકીકતના આધારે તાત્કાલિક ફરિયાદ નોંધી લઈ પીઆઈ કે.જ.એ ભોંયેના માર્ગદર્શન મુજબ સમગ્ર માહિતી ગુપ્ત રાખી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફના મુકેશસિંહ રાણા, એસ.એમ. જાડેજાનાઓની ટીમને તાત્કાલિક ઉત્તરપ્રદેશ કાનપુર ગ્રામ્ય વિસ્તાર ખાતે મોકલી આપેલ ત્યાં લોકલ પોલીસની મદદ મેળવી તથા જામનગર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફનો ટેકનીકલ સપોર્ટ મેળવી 24 કલાકમાં અપહરણ કરનારાઓને ખબર ન પડે તે રીતે ગુપ્ત ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી અને આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોયે, પીએસઆઈ વાય.બી. રાણા, તથા સ્ટાફના મુકેશસિંહ રાણા, એસ.એમ. જાડેજા અને સાઈબર ક્રાઇમના કુલદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.