દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીકથી એક વ્યક્તિ પાસેથી 17 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું જ્યારે દ્વારકા જિલ્લા એસ. ઓ. જી. અને એલ. સી. બી. દ્વારા પૂછપરછ કરતા વધુ બે લોકોના નામ ખુલ્યા જેમાં સલાયાના રહેવાસી સલીમ કારા અને અલી કારાના ઘરે રેડ દરમિયાનમાં વધુ 47 પેકેટ ડ્રગ્સના મળી આવતા FSL દ્વારા તપાસ કરતા 45 કિલો ડ્રગ્સ મળી આવ્યું આમ કુલ 63.019 કિગ્રા ડ્રગ્સ જેની આંતરરાષ્ટ્રી બજાર કિંમત 315 કરોડ થાય છે આ ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઈસમોની અટકાયત કરીને પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ પાકિસ્તાનીથી દરિયાઈ રસ્તે આવ્યું હોવાનું મનાઈ છે જે અંગે દેવભૂમિ દ્વારકા પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરાઈ છે.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.11 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીક ગઈ કાલે આરાધના ધામ પાસે થી બાતમીના આધારે એક વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી ત્રણ બેગમાં કુલ 17 કિલો થી વધુનું 88 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને મળેલી ખાનગી બાતમીના આધારે બે દિવસ પહેલા જે કંસાઇન્મેન્ટ લેવા માટે ના પ્રયત્નો થયા અને બાદમાં કંસાઇન્મેન્ટ મહારાષ્ટ્ર ના ઈસમ શહેજાદ પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી ત્યારે દ્વારકા જિલ્લા એસપી દ્વારા SOG અને LCB ની સંયુક્ત ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન શરૂ કરાયું હતું જેમાં એક વ્યક્તિ પાસેથી 17.651 કિગ્રા ડ્રગ્સ મળી આવ્યું હતું જે અંગે વાડીનાર મરીન પોલીસ મથકે તેનો ગુન્હો NDPS કલમ હેઠળ નોંધાયો હતો જ્યારે મહારાષ્ટ્રના શહેજાદની દ્વારકા પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી પોતે આ ડ્રગ્સ મેળવ્યું હોવાનું નામ ખુલ્યા હતા ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સલાયા ખાતે બંને ભાઈઓના ઘરે તપાસ કરવા રેડ કરી હતી આ રેડ દરમિયાનમાં જ તેના ઘર માંથી વધુ 47 પેકેટ નશીલો પદાર્થ મળી આવ્યો હતો આ માદક પદાર્થ ની FSL દ્વારા ખરાઈ કરતા તે પણ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું અને આ ડ્રગ્સ કુલ 45.368 કિલો અને 226.84 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું દ્વારકા જિલ્લા ની SOG અને LCB દ્વારા સલાયા ના બને ભાઈઓ સલીમ કારા અને અલી કારાની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી સલાયા મરિન પોલીસ મથકે NDPS ની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને ડ્રગ્સની હેરફેર કરવામાં આવતા આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોને આપવાનું હતું કોણ કોણ અન્ય લોકો સંડોવાયેલા છે અને અન્ય તમામ દિશાઓ માં તપાસ શરૂ કરાઇ છે ગઈ કાલે રાજકોટ રેન્જ આઈજી દ્વારા સ્થાનિક સ્તરે એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો પકડાઈ જતા સૌથી મોટી સફળતા મળતા પ્રેસ કોંફરન્સ કરી વિગતો આપવામાં આવી હતી જ્યારે આજે મહારાષ્ટ્રના આરોપી ને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા અને સલાયાના બંન્ને આરોપીને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ આ ડ્રગ્સનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ પાકિસ્તાનીથી દરિયાઈ રસ્તે આવ્યો હતો અને તે લેવા માટે કોણ ગયું હતું કેટલા સમયથી ચાલતું હતું તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.