• ડ્રગ્સની લે - વહેંચમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક વિદેશી નાઇજીરયન દિલ્હીથી પકડાયો અને સલાયા અને આજુબાજુ સ્થાનિકે મદદ કરનાર એક સલાયાની ઈસમની ધરપકડ કરાઈ છે. ડ્રગ્સનો જથ્થો લઇ જનાર, ઘરમાં સંગ્રહિત કરનાર, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લઈ આવનાર અને તેનું વેચાણ તથા હેરાફેરી કરનાર સહીત કુલ સાત ઈસમો પકડાયા છે અને તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે હજુ વધુ નામો ખુલવાની શક્યતા.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.19 : ભારતની પશ્ચિમી દરિયાઈ સીમાએ અને પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે નજીક આવેલ અતિ સંવેદનશીલ દરિયાઇ વિસ્તાર ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થ અને ડ્રગ્સની ઘુસણખોરી અને હેરાફેરી અટકાવવા સારૂ સતત પ્રયત્નશીલ રેન્જ વડા શ્રી સંદિપ સિંહ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , રાજકોટ વિભાગ તથા શ્રી સુનીલ જોશી, પોલીસ અધિક્ષકશ્રી , દેવભૂમિ દ્વારકાની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાર્કોટીક ડ્રગ્સને લગત ગુન્હા શોધી , ગુન્હો આચરનાર આરોપીઓ વિરૂધ્ધ ઇન્ચાર્જ એસ. ઓ. જી. પી.આઇ. જે.એમ.ચાવડા , પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી.સી.સીંગરખીયા તથા પોલીસ ટીમ દ્વારા દરોડા પાડી ૬૩ કિલો ૦૧૯ ગ્રામ કિં.રૂ .૩,૧૫,૦૯,૫૦,૦૦૦ /- ની કિંમતના નો મુદામાલ કબ્જે કરી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે બી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૮૫૦૦૮૨૧૦૨૨૦ / ૨૦૨૧ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ર ૫ ( એ ) , ૨૩ ( સી ) , ૨૯ મુજબ ગુન્હો રજી.કરાવીને પોલીસ ઈન્સપેકટર શ્રી જે.એમ.પટેલ દ્વારા અલગ અલગ દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.


જેમાં ગુન્હાના કામે ચક્રો ગતિમાન કરતા તપાસ દરમ્યાન ( ૧ ) માદક પદાર્થે ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીઓ સલીમ યાકુબ કારા તથા અલી અસગર યાકુબ કારા રહે.સલાયાવાળા તથા સજ્જાદ સિકંદર ઘોસી રહે.થાણે મહારાષ્ટ્રવાળાના કબ્જામાંથી ૬૩ કિલો ૦૧૯ ગ્રામ કિં.રૂ .૩,૧૫,૦૯,૫૦,૦૦૦ /- ની કિંમતનો મુદામાલ કબ્જે કરેલ ( ર ) દ્વારકાના રૂપેણ બંદરથી ફારૂકી .૧ નામની બોટ લઈ આઈ.એમ.બી.એલ.નજીક પહોંચી વાયરલેસ સેટ મારફતે પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કરેલ અને પાકિસ્તાની બોટ પાસેથી માદક પદાર્થનો જથ્થો મેળવી માછીમારી જાળ નીચે છુપાવી લઈ આવનાર ( ૧ ) સલીમ ઉમર જુસબ જશરાયા રહે . પરોડીયા રોડ , ખારી વિસ્તાર , રાણવાળા ડાડાની દરગાહ પાસે , સલાયા તા . જામ ખંભાળીયા તથા ( ર ) ઇરફાન ઉંમર જુસબ જશરાચા રહે પરોડીયા રોડ , ઓલીયા પીરી દરગાહ પાસે , સલાયા તા.જામ ખંભાળીયાવાળાની ધરપકડ કરવામાં આવેલ ( ૩ ) આ ગુન્હામાં ઉપયોગ કરવામાં આવેલ માછીમારી બોટ ફારૂકી .૦૧ તથા ગુન્હો કરવામાં વપરાયેલ સાધનો તથા માદક પદાર્થની હેરફેર માટે વપરાયેલ કોર વ્હીલ વાહન કિયા સોનેટ તથા નેનો કાર કબ્જે લેવામાં આવી ( ૪ ) આટલો વિશાળ જથ્થો પકડવામાં આવેલ હોય જેથી તે દિશામાં અલગ અલગ પાસાઓ તપાસી ટેકનીકલ માધ્યમ , આગવી સૂઝથી આ કામના ખરીદ કરનાર ઈસમોની તપાસ માટે અલગ અલગ ટીમો પો.સ.ઈ.શ્રી એસ.વી.ગળચર , પો.સ.ઈ.શ્રી પી.સી.સીંગરખીયા , પો.સ.ઈ. શ્રી એમ.ડી.મકવાણાનાઓની ટીમો મુંબઈ - દિલ્હી ખાતે રવાના થયેલ જેના ફળ સ્વરૂપે દિલ્હી ખાતેથી માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થાની ખરીદીમાં મહત્વનો ભાગ ભજવનાર નાઈજીરીયન ચીજીઓકે અમોસ પોલ ગ્વારા ઉં.વ .૪૩ રહે , ઉંમુએજિજે , ઓસિસિઓમ , નાઈજીરીયા હાલ રહે.શેરી નં .૩૫ , રાજાપુરી , ઉતમ નગર , ન્યુ દિલ્હી – ૧૧૦૦૫૯ વાળાને દિલ્હીથી પકડી પાડીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં દુભાષીયાની મદદ લેવામાં આવેલ છે સાથો સાથ આ કામે સલાયાથી ખંભાળીયા સુધી માદક પદાર્થની હેરફેર કરનાર ઈસમ આમીન સ.ઓફ ઓસમાણભાઈ આમદભાઈ સેતા જાતે મુસ્લીમ વાઢા , ઉ.વ .૩૯ ધંધો.માછીમારી રહે.જામ સલાયા , કસ્ટમ રોડ , કસ્ટમ કચેરીની બાજુમાં તા.જામ ખંભાળીયાવાળાને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . અટક કરવામાં આવેલ બંન્ને આરોપીઓના રીમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ કરવામાં આવેલ છે.


મૂળે નાઇજીરયનના આરોપીને દિલ્હીથી ધરપકડ કરવામાં દેવભૂમિ દ્વારકા પોલીસના કેશુભાઈ ભાટીયા, જીતુભાઇ હુણ, બોઘાભાઈ કેસરીયા, ઈરફાનભાઈ ખીરા, નરેન્દ્રસિંહ રાઠોડ તથા નિલેશભાઈ કારેણાંને સફળતા મળી છે. આરોપીની અટક કરીને દેવભૂમિ દ્વારકા એલ. સી. બી. અને એસ. ઓ. જી.ની ટિમો વધુ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.