દિવાળી પર્વ નિમિતે ' ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ' શીર્ષક હેઠળ ડોલ્સ એન ડ્યુડસ પ્રી-સ્કુલ તેમજ મેંગોપીપલ પરીવાર દ્વારા સ્લમવિસ્તારના બાળકોને કપડાં, રમકડાં વગેરેનું દાન કરાયું.


દિવાળી એટલે નવા કપડાં, રમકડાં વગેરેની ખરીદી પરંતુ આ દિવાળી પર્વ નિમિત્તે ડોલ્સ એન ડ્યુડસ પ્રી-સ્કુલ તથા મેંગોપીપલ પરીવાર દ્વારા સ્લમવિસ્તારોના બાળકો માટે 'દાન ઉત્સવ'નું આયોજન કરવામાં આવેલ જેમા સ્કુલના વાલીઓ તથા સોપાન હાઇટ્સના રહેવાસીઓનો ખૂબ સહયોગ મળેલ. આ 'દાન ઉત્સવ' માં આવેલ કપડાં, રમકડાં વગરેનું સ્લમવિસ્તારોના બાળકોમાં વિતરણ કરવામાં આવેલ હતું.


આ દાન ઉત્સવને સફળ બનાવવા સ્કુલના ટ્રસ્ટી, સ્ટાફગણ, સોપાન હાઈટ્ના મેમ્બર્સ કોમલબેન ઠાકર, વિપુલભાઈ તેમજ મેંગોપીપલના સંચાલક મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, બ્રિજેશભાઈ ઝાલાવડીયા, કેવીનભાઈ ઝાલાવડીયા, ઉષાબેન રાવત, રાજેશભાઈ ગોહિલ તેમજ નિલેશભાઈ જોશીનો ખુબ સહયોગ મળેલ.


અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા દ્વારા " પ્રોજેક્ટ મુસ્કાન " દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે .