આ કેશની હકીકત એવી છે કે , જામનગરમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ફરીયાદી વિલાશભાઈ પારેખ એ જામનગરનાં વણિક વેપાર કીરીટ ચમનલાલ મહેતા ને મિત્રતા અને સંબધદાવે રૂા . ૫,૦૦,૦૦૦ / – ની રકમ આપેલ હતી . જે રકમની પરત માંગણી કરતા કિરીટ ચમનલાલ મહેતાએ પોતે સહી કરી રૂા . ૬૫,૦૦,૦૦૦ / - ના ચેક મજકુર રકમ પરત ચુકવવા માટે ફરીયાદી વિલાશભાઈ પારેખને આપેલ હતા . મજકુર ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં મુદતમાં જમા કરાવતા મજકુર ચેક લખનાર કિરીટ ચમનલાલ મહેતાના ખાતામાં પુરતુ ભંડોળ નહિ હોવાથી વગર વસુલાતે પરત ફરેલ હતા . જેથી ફરીયાદીએ પોતાના વિકલશ્રી મારફતે નોટીશ આપવા છતાં મજકુર રકમ પરત આપવામાં આવેલ ન હોય જેથી ફરીયાદીએ જામનગરના મ્હે . ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટ સમક્ષ કુલ રૂા . ૫,૦૦,૦૦૦ / – ના ચેક રીર્ટન થવા સબંધે આરોપી કિરીટ ચમનલાલ મહેતા વિરૂધ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ –૧૩૮ મુજબની ફરીયાદો દાખલ કરેલ હતી . જે કેશોમાં ફરીયાદી તરફથી તેઓના વિકલશ્રી બીમલભાઈ ચોટાઈ મારફતે તમામ પુરાવાઓ રજુ કરી આરોપી કિરીટ ચમનલાલ મહેતાએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુનો કરેલ હોય તેઓને તકસીરવાન ઠરાવવા રજુઆત કરેલ હતી . આ કામમાં ફરીયાદીની સોગંદ ઉપરની જુબાની અને કોર્ટ સમક્ષનો પુરાવો ધ્યાને લઈ આ કેશમાં ફરીયાદી પોતાનું કાયદેસરનું લ્હેણુ હોવાની હકીકત સાબીત કરવામાં સફળ નીવડેલ હોય તેવુ અવલોકન કરી જામનગરનાં મ્હે , દશમાં એડિશ્નલ ચીફ જયુડીશીયલ સાહેબશ્રીએ આરોપી કિરીટ ચમનલાલ મહેતાને તકસીરવાન ઠરાવી જુદા જુદા ત્રણ કેશમાં કુલ દોઢ વર્ષની સજા તથા કુલ રૂા . ૬૫,૦૦,૦૦૦ / – નો દંડ અને દંડની રકમ માંથી ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો હુકમ ફરમાવેલ છે . તેમજ , આ કેશમાં આરોપી કિરીટ ચમનલાલ મહેતા વિરૂધ્ધ ફરમાવેલ સજા અંગેનું પકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે . આ કામમાં ફરીયાદી તરફે જામનગરના એડવોકેટ શ્રી બીમલભાઈ ચોટાઈ , સુમિત સોલંકી , નીલ ચોટાઈ તથા મોનીલ ગુઢકા રોકાયેલ હતા .