મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 

0

જામનગરમાં રહેતી રાજકોટની પરણીતાને પોતાના સાસરિયાઓ દ્વારા દહેજ માંગી મારકૂટ કરતા હોવાની ફરિયાદ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગરમાં રહેતી રાજકોટની પરણિતા હેતલબેન પૃથ્વીરાજ ચૌહાણને તેના પતિ પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ ચૌહાણ (રહે. આનંદનગર કોલોની, પંચશીલ એપાર્ટમેન્ટ, રાજકોટ) તેમજ તેના સાસુ જ્યોત્સ્નાબેન ઘનશ્યામભાઈ ચૌહાણ અવારનવાર નાની નાની વાતોમાં ઝગડાઓ કરી ગાળો કાઢી દહેજ માટે પૈસાની માંગણી કરી મારકૂટ કરતા હોય તેથી જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 498એ, 323, 504, 114 તથા દહેજ પ્રથા ધારા 1961ની કલમ 46 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.