જામનગર મોર્નિંગ - જામનગર 


ધ્રોલ ગામમાં થોડા સમય પકડાયેલ 36.900 કિલો ગાંજાના ગુનામાં ફરાર થયેલ આરોપીને જામનગર એસઓજીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં થોડા સમય પહેલા જામનગર એસઓજીએ ગાંજો 36 કિલો 900 ગ્રામ કિંમત રૂ. 3,69,000 તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. 23,87,981 સાથે 7 શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ 7 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી તેમાં ફરાર થયેલ આરોપી યુવરાજસિંહ ઉર્ફે અજય બનેસિંહ જાડેજા નામના શખ્સને બાતમીના આધારે ઝડપી લઈ ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નિનામાની સૂચનાથી રમેશભાઈ ચાવડા, દોલતસિંહ જાડેજા અને મયુદીનભાઈ સૈયદ એ કરી હતી.