જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં .


 દરમ્યાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ હકિકત આધારે મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના રજીસ્ટર નંબર - ૬૮૬/૨૦૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ ઉર્ફે કરીમ ગોવીંદભાઇ કેશુભાઇ વાજેલીયા રહે . વાવ , હાઉસીંગ બોર્ડ , તા.જી.જામનગર વાળાને તેમના રહેણાંક મકાને થી પો.હેડ કોન્સ . હિતેન્દ્રસિંહ જાડેજાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પંચચકોષી એ પો.સ્ટે . ને સોપી આપી આગળની તપાસ થવા ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા , પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.