સીટી એ ડીવીઝન દ્વારા કાર્યવાહી: એક શખ્સ ઝડપાયો 

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર શહેરમાં શનીવારે હાથીશેરી, સત્યનારાણના મંદીર પાસે રહેતા વૃધ્ધના મકાનમાં એક શખ્સ રૂ. 43,500ના મુદામાલની ચોરી કરી ગયેલ હોય તે શખ્સને સીટી એ ડીવીઝન દ્વારા મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.    

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ હાથીશેરી, સત્યનારાયણ મંદિર પાસે કૃષ્ણ ભવન પાસે રહેતા સુધીર નારણદાસ ગુસાણી નામના વૃધ્ધના મકાનમાં શનીવારે કોઈ અજાણ્યો શખ્સ પીતળના સળીયા 26 નંગ રૂ. 3500, તેમજ ચાંદીની કીટલી, ચાંદીનો કપ, ચાંદીનો લોટો, બે ચાંદીની નાની વાટકી, ચાંદીનું મેકપબોક્ષ, હાથી દાંતની ચાર નંગ બંગળી, ચાંદીની હીરાવાળી બે નંગ બંગળી, પિત્તળના નાના મોટા વજનીયા ચાર નંગ, બે નંગ ચાંદીની બુટી, જુનવાણી ખોટા હીરાવાળો ચેઈન, છુટા જુના ખોટા હીરા કુલ મળી રૂ. 40,000 તેમજ કુલ રૂ. 43,500ની ચોરી કરી નાસી ગયેલ હોય ત્યારબાદ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરતા સીટી એ ડિવિઝનના મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ અને યોગેન્દ્રસિંહ સોઢાને બાતમી મળતા ચાંદી બજાર પાસે મુદામાલ લઈ વહેંચવાની ફિરાકમાં આંટા ફેરા કરતો હોય તે દરમ્યાન નાનકપુરી ફુલીયા હનુમાનજીના મંદીર પાસે ગોદળીયાવાસમાં રહેતો વિજય રામુ બેવાસી નામના શખ્સને ઝડપી લઈ આઇપીસી કલમ 380, 454 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફના હે.કો. એન.કે. ઝાલા, મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, યોગેન્દ્રસિંહ સોઢા, શિવભદ્રસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, પ્રવીણભાઈ પરમાર અને સુનિલભાઈ ડેર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.