જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.03 : જામખંભાળીયા ખાતે ઇલેકટ્રીક ફિટીંગ તથા રીપેરીંગનું કામ કરતા એક દુકાનધારકએ પોતાના ધંધા માટે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરેલ તે અરજી અનુસંધાને સ્થળ વિઝીટ કરી એપ્રુવલ આપવા આરોપીએ અરજદાર પાસે રૂ .૨૦૦૦ / - ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ .૧૫૦૦ / - આપવાનું નક્કી કરેલ ત્યારબાદ બીજા દિવસે આરોપીએ પોતાની જી.એસ.ટી.ઓફિસમાં અરજદાર પાસેથી રૂ .૧૦૦૦ /- ની લાંચ લીધેલ . જેની અરજદાર દ્વારા પુરાવા સાથે એસીબીમાં અરજી કરવામાં આવતા અરજીની પ્રાથમિક તપાસમાં અંતે આ કામના આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી , પોતાનો અંગત આર્થીક લાભ મેળવવા ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી , અરજદાર પાસેથી લાંચના રૂ .૧૦૦૦ / - સ્વીકારી હોવાનું ફલીત થયેલ . જેથી આરોપી મારખીભાઈ રામભાઈ રાવલીયા , તત્કાલીન રાજ્ય વેરા નિરીક્ષક ( એસ.ટી.આઈ. ) વર્ગ -૩ , જી.એસ.ટી. કચેરી , જામખંભાળીયા , જી.દેવભૂમિ દ્વારકા ( હાલ - નિવૃત ) રહે . જામખંભાળીયા નાઓ વિરૂધ્ધ દેવભુમી દ્વારકા એ.સી.બી. પો.સ્ટે . ગુ.ર.નં. ૦૪/૨૦૨૧ ભ્રષ્ટાચાર અધિનિયમ સને ૧૯૮૮ ( સુધારો -૨૦૧૮ ) ની કલમ -૭ ( એ ) તથા ૧૩ ( ૨ ) મુજબનો લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.